અંજારમાં ઠગાઇના કેસમાં બે ઈસમોની અટક કરાઇ
અંજારમાં ઠગાઇના કેસમાં સંડોવાયેલા ઇસમની એલસીબીના સ્ટાફે અટક કરી છે. જ્યારે ચાર વર્ષ પૂર્વે આચરાયેલા ઠગાઇના કિસ્સામાં પણ પોલીસે એક ઇસમને ઝડપી લીધો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર છ વર્ષથી નાસ્તા ફરતા સિકંદર સુરેશભાઇ પટેલ રહેવાસી હિલાલપુર તાલુકા હાજીપુર બિહારને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને અંજાર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.