ભચાઉના યુવાન પર બે શખ્સો દ્રારા છરી વડે હુમલો
ભચાઉના યુવાન પર છરી વડે હુમલાનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો હતો. આ કિસ્સામાં હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત રાત્રિના અરસામાં ફારૂક વલીમામદ સોઢા (ઉ.વ.20) પોતાના ઘરેથી બહાર નીકળેલ ત્યારે સમીર ફકિરમામદ સીદીનો ફોન આવ્યો હતો અને તું ઘરની બહાર આવ જેથી તે બહાર જતાં સમીર અને પપ્પુ સલીમ લંધા અને તેની સાથે ના બે ઇસમોએ છરીથી હુમલો કરીને ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓની ફરિયાદ પરથી તજવીજ હાથ ધરવામાં આવી છે.