વસ્ત્રાપુરમાં પાંચ દુકાનના તાળાં તુટ્યા : 1.86 લાખના મોબાઈલની તસ્કરી
પોલીસના રાત્રિના અરસામાં પેટ્રોલીંગના દાવાને પોકળ સહિત કરતા બનાવમાં વસ્ત્રાપુરમાં એક જ રાતમાં પાંચ દુકાનમા શટર તુટ્યા હતા. જેમાં એક દુકાનમાંથી 1.86 લાખના 13 મોબાઈલની તસ્કરી થઈ હતી. જોકે અન્ય દુકાનમા તસ્કરી થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાની વિગત અનુસાર શીલજમાં હેતા મનીષસિંધ સિતેન્દ્રસિંધ બોડકદેવમાં આકાશ ટાવરમાં મોબાઈલની દુકાન ધરાવે છે.ગત રાત્રિના અરસામાં તેમની દુકાનના શટરના તાળાં તોડીને કોઈ ઈસમ અંદરથી રૂ.1,86,025 ની કિંમતના વિવિધ કંપનીના 13 મોબાઈલની તસ્કરી કરી ગયો હતો. કાર્યવાહી ક્કરતા તેમની નજીકમાં આવેલી ચાર દુકાનઅ શટરના તાળા તોડીને તસ્કરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. અહીંના સીસીટીવી ચેક કરવામાં આવતા એક ઈસમ માથે ટોપી ને મોઢાપર રૂમાલ બાંધેલો જણાય છે અને તેના હાથમાં થેલી હતી. આ બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.