મહેસાણા અને ખેરાલુથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો
મહેસાણા અને ખેરાલુમાંથી ગત રાત્રિના અરસામાં બાતમીના આધારે પોલીસે અલગ અલગ બે સ્થળોએ વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બે કરો પકડી પાડી હતી. જેમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.8,26,900ની મતા જપ્ત કરી ચાર શખ્સોઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહેસાણા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ખેરાલુમાં આવેલ સિધ્ધપુર ત્રણ રસ્તા પાસે ગત રાત્રિના અરસામાં વોચ ગોઠવી હતી. તે વખતે એક ઇકો કાર પ્રસાર થતાં રસ્તા પર આડસ મુકી ઉભી રખાવી હતી. ત્યારે તલાશી કરતાં અંદરથી રૂ.1,20,800ની કિંમતની વિદેશી દારૂની 920 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કારચાલક ઠાકોર મહેશ ઉર્ફે ભાણો નાગરજી(રહે.કરલી) તેમજ ઓડ દિનેશ ઉર્ફે ગની નેતરામ (રહે.ઊંઝા)ની અટક કરી હતી. સોનેરીપુરા હાઇવે પર વોચ ગોધવી હતી. ત્યારે સામેથી શંકાસ્પદ રીતે આવી રહેલ સ્વીફટ કારણે અટકાવવાનો ઈશારો કરતાં ચાલકે દોડાવી મુકી હતી.