માલવ ચેકપોસ્ટ નજીકથી દૂધના ટેન્કરમાંથી 35 લાખનો દારૂ ઝડપાયો
અમીરગઢ પોલીસ ચેકપોસ્ટને અડીને આવેલા રાજસ્થાનના માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી દૂધના ટેન્કરમાં રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જવતો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડેલ છે. આબુરોડ તરફથી આવતા ગુજરાત પાસીંગના દૂધના ટેન્કર પર શંકા જતાં તેને ઊભો રાખવામા આવેલ હતું. જેમાં દૂધની આડસમાં દૂધના વાહનમાં હરિયાણા બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલો હતો. જે ગુજરાતમાં લઈ જવામાં આવતો હતો. જે રાજસ્થાન પોલીસ દ્રારા ઝડપી કાયદેસરની તપાસ કરવામાં આવતા દારૂની પેટીઓ નંગ 545ની કિંમત રૂ.35,00,000ને જપ્ત કરવામાં આવેલ છે. જયરે અંધારનો લાભ લઈ દૂધના વાહનનો ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો.