ધ્રોલ પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં ચારના મૃત્યુ

જામનગર પાસે રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકા સ્ટેશન પાસેના જાયવા ગામ પાસે ગત સવારના અરસામાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બનાવ સ્થળે જ ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતાં ધ્રોલ પોલીસે અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવા અને ટ્રાફિક નિયંત્રણ કરાવવા બેવડી કામગીરી પાર પાડી હતી. ધવાયેલા પૈકી એકની હાલત પણ વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધ્રોલ પાસે જાયવા ગામે ગત સાવરે જીજે 10 સીજી 7559 નંબરની કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભિષણ હતો કે, બંને કાર એકબીજા સાથે ટકરાયાં બાદ બંને વાહનનોમાં નુકશાની પહોચી ફગોળાઈ ગયા હતા. જાણવા મળતી  વિગત અનુસાર સ્વીફટ કાર  સવાર અમુલ ડેરી પ્રોડક્ટના ડિસ્ટીબ્યુટર મહેશ રબારીની વરના કાર સાથે રાજકોટ તરફથી આવી રહેલ એસ.આર.પી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલની સ્વીફટ કાર સાથે ટક્કર થઈ હતી. જેમાં બંને કારના ચાલકના જયેશભાઇ નામની વ્યક્તિ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સહિત કુલ ચાર વ્યક્તિઓના બનાવ સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે સામેથી વરના કારમાં સવાર જામનગરમાં ગુરૂદ્રાર ચોકડી નજીક રહેતા ભિખા જીવણ ખાંભલા, કિરણ વાલજી કડને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલીક રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે ધ્રોલ તાલુકા પોલીસ દફ્તરની ટીમ તુરંત બનાવ સ્થળે દોડી ગયો હતો. અને ધાયલોને પ્રથમ જામનગર ખસેડવા તપાસ કરી હતી પરંતુ એક તરફનો ટ્રાફિક એટલો વિશાળ થઈ ગયો હતો. કે ધાયલોને રાજકોટ લઈ જવા નિર્ણય કરવામાં આવેલ હતો. દરમ્યાન પોલીસે દૂર દૂર સુધી જામ થયેલો ટ્રાફિક હટાવી પરિસ્થિતિ થાળે પાડવાનો પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *