ડિસાના નવા બસસ્ટેશન પાસે બાઈકની ચોરી
ડિસાના કચ્છી કોલોની ખાતે રહેતા હરખાભાઈ જગાભાઈ પ્રજાપતિ કડિયા કામ કરી ગુજરાણ ચલાવે છે. 15 જાન્યુઆરી તેમનો પુત્ર બાઇક નંબર જીજે 08 એએમ 8451 લઈને બસ સ્ટેશન રસ્તે ગયો હતો. જ્યાં તેઓને કેટલાક કડિયાઓ સાથે હિસાબ કરવાનો હતો. આ દરમિયાન તેઓ બાઇક પાર્ક કરી ચા પીવા ગયા હતા. બાદમાં તેઓ પાછા આવતા બાઇક ના દેખાતા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાઇક ના દેખાતા અંતે બાઇક ચોરાયાનું માલુમ થયું હતું. જેથી હરખાભાઈ જગાભાઈ પ્રજાપતિએ ડિસા ઉપર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી.