હળવદના કોયબાગામની સીમમાં ગાજર નીચે સંતાડેલ 39 લાખનો દારૂ પકડાયો
હળવદ કોયબા ગામ પાસે વિદેશી દારૂ ભરેલી ટ્રકમાંથી દારૂનું કટિંગ ચાલતું હોય. ત્યારે પોલીસના સ્ટાફ ત્રાટક્યા હતા. અને બુટલેગરોમાં નાસભાગ મચી હતી. જેમાં આઠ શખ્સો નાસી છૂટ્યા હતા. તો પોલીસે એક શખ્સને પકડી પાડીએ દારૂ ભરેલ ટ્રક, એક ટ્રેકટર અને મોટરસાયકલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. ઘટનાની મળતી વિગતો અનુસાર બુટલેગરો નિતનવા કિમિયા અપનાવીને દારૂનો જથ્થો ગુજરાતમાં ધુસાડી દેતા હોય છે. જેમાં ગત રાત્રિના અરસામાં સુમારે ગાજરની નીચે દારૂનો જંગી જથ્થો સંતાડીને છેક હળવદ સુધી હેમખેર પહોંચી ગયો હતો. અને કોયબા ગામની સીમમાં દારૂનું કટિંગ ચાલતું હોય ત્યારે હળવદ પોલીસના સ્ટાફે બાતમીના આધારે રેડ પાડી હતી. જે રેડને પગલે બુટલેગરોના નાસભાગ મચી હતી. અને આઠ શખ્સો નાસી છૂટ્યા હતા. જોકે દારૂ ભરેલો ટ્રક પકડી પાડીને પોલીસન્ના સ્ટાફે ગણતરી માંડી હતી. જેમાં કુલ 372 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂનો જંગી જથ્થો, ઉપરાંત એક ટ્રક, ટ્રેક્ટર અને મોટરસાયકલ સહિત કુલ રૂ. 38,77,000 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી એક શખ્સને પકડી લેવાયો છે. તો જંગી દારૂનો જથ્થો ક્યાથી મમંગાવ્યો હતો અને કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં પોલીસે વધી કાર્યવાહી ચલાવી છે જંગી સરુનો જથ્થો મંગાવનાર બુટલેગરની પણ શોધખોળ શરૂ કરી છે.