મોડપર પાસેથી રૂ. 45 લાખના શરાબ ભરેલા ટ્રક અને બે શખ્સો ઝડપાયા
ભાણવટના મોડપર ગામ પાસેથી પસાર થઈ રહેલા પોરબંદર હાઇવે પરથી રૂ. 45 લાખઆ દારૂ ભરેલા ટ્રકને પોલીસે પકડી પાડી રૂ 60 લાખનો મુદામાલ જપ્ત કરી બે ઇસમોને પકડી પાડ્યા લીધા છે. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત સાત સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભાણવટ તાલુકાના મોડપર ગામ પાસેથી પોલીસને મળેલી બાતમીના આધારે પોરબંદર હાઇવે ઉપરથી ટ્રક નંબર કેએ 41 એ 8582 નંબરના ટ્રકને આંતરી કાર્યવાહી કરતાં તેમાંથી અંગ્રેજી દારૂની 955 પેટી તથા ચપતા નંગ 18960 મળી કુલ રૂ. 45 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 15 લાખના કિંમતના ટ્રક અને બે મોબાઈલ સહિત દેવભૂમિ દ્રારકા એલસીબી પીઆઇ એલ.ડી.ઓડેદરા ને ટીમે પકડી લીધા છે. આ દરોડોમાં ટ્રક ડ્રાઈવર રામચંદ્રદાસજી મહેશદાસ તથાત કૈલાશ કારાભાઈ ભારાઈ ને પકડી લીધા હતા. જ્યારે માલ મગાવનાર કાના લાખાભાઇ મોરી, મેરૂ રામાભાઇ કોડિયાતર, માલ પુરોપાડનાર કાના ઉર્ફે કાનો બાડો કોડિયાતર, માલ મોકલનાર ઓમપ્રકાશ અને માલ મોકલનારનો ભાગીદાર મેનેજર બાબાજી નામના ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.