ખંભાતમાં જુગાર રમતા 26 ઇસમો પકડાયા
ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલના પોકો વનરાજસિંહને બાતમી મળી હતી કે ખંભાત શહેરના પીઠ રસ્તા ઉપર નગરપાલિકા શોપીંગ સેન્ટર પાછળ લીમડાવાળા ખાંચાના રહેતો મહંમદફીક ઇલ્મુદીન શેખ પોતાના ઘરમાં આંકફરકનો વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પીએસઆઈ બી. જે.પુરબીયા સહિતની ટીમે દરોડો પાડી આંકફરકનો હારજીતનો વરલી મટકાનો જુગાર રમતા 26 ઇસમોને પકડી પાડ્યા હતા. જ્યારે મહંમદતૌફીક મહંમદરફીક શેખ પોલીસને જોઈને ફરાર થયો હતો. પોલીસે જુગાર રમતા ઇસમો પાસેથી 19,365 રોકડા, 8 નંગ મોબાઈલ, 1 કેલ્યુલેટર સાથે રૂ.22,715 નો મુદામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી હતી.