અમરેલી એલસીબીએ શરાબ સહિત 1.88 લખો મુદામાલ પકડ્યો
અમરેલી એલસીબી પોલીસે નાના માચિયાવાળા ગામમાં 6 આઇએમોને ઇંગ્લિશ શરાબની હેરાફેરી કરતાં પકડી પાડ્યા હતા. બે જગ્યાએથી મળી રૂ. 1.88 લાખનો મુદામાલ જપ્ત લીધેલ હતો. એલસીબીએ નાના માચિયાળા ગામે નાના આંકડિયા તરફથી આવવાના કાચા રસ્તે વોચ ગોઠવતા બે મોટરસાયકલ ઉપર ચાર શખ્સો વિદેશી શરાબના જથ્થા સાથે નીકળતા તેમણે રોકી નામ પુછતાં મહેશ જગૂભાઈ વાળા, કિશન ભગવાનભાઈ સાનિયા, ગોપાલ ભગવાનભાઈ સાનિયા, હાર્દિક કુબેરભાઈ વાધેલા હોવાનું જણાવેલ પોલીસે શરાબની બોટલી નંગ 24, કિંમત રૂ. 8,400 ઉપરોક્ત ઝડપાયેલ ચારેય શખ્સોને આ ભારતીય બનાવટનો વિદેશી શરાબ ક્યાથી લાવેલ છે. તેમ પૂછપરછ કરતાં નાના આંકડિયા ગામની સીમમાં આવેલ જેરામભાઇ દેવજીભાઇ સોલંકીની વાડીએથી લઈ આવેલ હોવાનું જણાવતાં નાના આંકડિયા ગામની સીમમાં દરોડો પાડતા પોલીસે ત્યાંથી પણ વિદેશી શરાબની બોટલો નંગ 56 કિંમત રૂ. 19,600 સાથે જેરામ દેવજીભાઇ સોલંકી તથા વિજય સોમાભાઇ સાનિયાને પકડી પાડ્યા હતા. પોલીસે બંને જગ્યાએથીમળી બાઇક, મોબાઈલ, અને શરાબ સહિત 1.88 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.