ઝરપરામાં વડના ઓટલે જુગાર રમતા છ શખ્સ પકડાયા
મુંદરા તાલુકાનાં ઝરપરા ગામે બસસ્ટેશન પાસે વડના ઓટલા ઉપર ગંજીફા વડે જુગાર રમી રહેલા ગામના છ શખ્સોને રૂ.11,300 સાથે ઝડપી પાડી પોલીસે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત બપોરના અરસામાં આ રેડ પાડવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સોમાં પુનશી દેવરાજ ગઢવી, કરસન રામ સેડા, ગોપાલ જુમા સાંખરા, રતન આશારિયા સેગ, રામ ઉકા સાંખરા અને રામજી આતુ મહેશ્વરીનો સમાવેશ થાય છે. આ શખ્સો સામે ગુનો નોંધી મુંદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.