આ વર્ષે માર્કેટમાં લોન્ચ થઈ શકે છે 5G ફોન
આ વર્ષ એટલે કે વર્ષ 2019 એવું વર્ષ હશે જેમા અનેક નવીન ટેકનૉલૉજી વિશ્વમાં શરૂ થશે. જાણવા મળતી વિગત અનુસાર આ વર્ષે દરમિયાન વિશ્વમાં લોકો જેની સૌથી વધારે રાહ ફોલ્ડેબલ અને 5G ફોનની રાહ જોઈ રહ્યાં છે. તેવામાં અનેક કંપનીઓ 5G સ્માર્ટફોન પર કામ કરી રહી છે, અને તેને લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ત્યારે આવી જ એક કંપની LG ઇલેક્ટ્રોનિક્સે જાહેરાત કરી છે કે તેઓ 24મી ફેબ્રુઆરીએ પોતાનો 5G ફોન લૉન્ચ કરશે.