ચુડવા-કિડાણામાં દારૂની બે ભઠ્ઠી ઝડપી પાડતું આર.આર.સેલ
ગાંધીધામ તાલુકાનાં ચુડવા ગામ પાસે આર.આર.સેલએ દરોડો પાડી રૂ. 6,360નો દેશી દારૂ કબ્જે કર્યો હતો, પરંતુ બે શખ્સો હાથમાં આવ્યા ન હતા. તેમજ કિડાણા સીમમાં પણ દરોડો પાડી રૂ.5,360નો દેશી દારૂ જપ્ત કરી લીધો હતો, જેમાં બે ઝડપાયા હતા, તો બે હાથમાં આવ્યા ન હતા. સેલએ ચુવડાવાંઢમાં દરોડો પાડી તળાવડીની બાવળની ઝાડીમાંથી આથો 1300 લિટર, તૈયાર દારૂ 188 લિટર, સાધનો એમ કુલ રૂ. 7,660નો મુદામાલ કબ્જે કર્યો હતો. પરંતુ હનીફા ઉર્ફે ઇલો હુસેન ગગડા અને કરીમ મામદ કોરેજા નામના ઇસમો પોલીસના હાથમાં આવ્યા ન હતા બીજી બાજુ કિડાણાની સીમના શાંતિલાલ ગોદામ પાછળ બાવળની ઝાડીમાં ત્રાટકી અને 1600 લિટર આથો, 108 લિટર તૈયાર દારૂ અને સાધનોએમ કુલ રૂ.6,960 નો મુદામાલ કબ્જે કર્યો હતો. રાજુ પરસોતમ દેવીપૂજક, રાજુ વેરશી દેવીપૂજકની ધરપકડ કરાઇ હતી. જ્યારે બશીર સિદ્દિક જામ નામના શખ્સો પોલીસના હાથમાં આવ્યાં ન હતા. આ બંને દરોડામાં રૂ.11,720નો દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.