અંકલેશ્વરના કોસમડી ગામે રિક્ષામાંથી શરાબ પકડાયા, બુટલેગર ફરાર
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસમડી ગામના મોરા ફળિયામાં રિક્ષામાંથી રૂ. 74,000નોવિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો છે. જ્યારે ફરાર બુટલેગર દંપતીને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર જથ્થો અંકલેશ્વર તાલુકાનાં કોસમડીના મોર ફળિયામાં રહેતા અંબા ગિરીશ વસાવા અને ગિરીશ દાઉદ વસાવા રિક્ષામાં શરાબની હેરફેર કરતાં હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમિયાન રિક્ષા નંબર જીજે 16 વાય 1950 માં વિદેશી શરાબનો જથ્થો ભરેલો હોવાની બાતમી ના આધારે જીઆઈડીસી પોલીસે દરોડો પાડતા રિક્ષામાંથી વિદેશી શરાબની 105 બોટલ કિંમત રૂ.14,000 મળી આવ્યો હતો. જ્યારે લેડી બુટલેગર અંબા ગિરીશ વસાવા અને ગિરીશ દાઉદ વસાવા ભાગી ગયા હતા. પોલીસે 14,000ની કિંમતનો વિદેશી શરાબ અને રૂ.60,000ની કિંમતની રિક્ષા મળી કુલ રૂ.74,000નો મુદામાલ કબ્જે કરી ફરાર બુટલેગર દંપતીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.