એપાર્ટમેન્ટમા 12 વર્ષીય સગીરાએ ગાળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી
હાલમાં જાણે દિવસે દિવસે દુષ્કર્મના બનાવો વધુ બન્તા હોય તેવા દેખાઈ રહ્યું છે તેવા માં જ અમદાવાદમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ઘરકામ કરવા ગયેલી સગીરા ઉપર દુષ્કર્મ થયાની આશંકા પરિવારજનોએ સેવી છે. તો પોલીસને આ બાબતે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી ગયેલ હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમા 12 વર્ષીય સગીરાએ ગાળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા.