સતલાસણામાં આવેલા અર્બ્રુદા માતાના મંદિરમાં લૂંટ કરી ઇસમો ફરાર
સતલાસણામાં આવેલા જીવનધારા ચોકડી પાસેના અર્બુદા માતાના મંદિરમાં ગત રાત્રિના અરસામાં લૂંટારૂઓ ત્રાટક્યા હતા. ચોકીદાર ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ મંદિરમાંથી રોકડ અને દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બાબતે પોલીસે ગુનો નોંધી શખ્સોઓની શોધખોળ શરૂ કરી છે. સતલાસણામાં જીવનધારા ચોકડી નજીક અર્બુદા માતાનું મંદિર આવેલુ છે. જેના ચોકીદાર તરીકે ઠાકોર વિહાજી ભિખાજી ફરજ બજાવે છે. તેઓ પોતાના રોજિંદા ક્રમ અનુસાર મંદિરમાં હતા તે દરમિયાન ગત રાત્રિના અરસામાં ત્રણ અજાણ્યા ઇસમોઓ મંદિરમાં ધૂસ્યા હતા. ચોકીદાર વિહાજી ઉપર હુમલો કરી ઇજાઓ કરી હતી.