પાલેજ નેશનલ હાઇવે નં 48 વરેડિયા ગામ પાસે અકસ્માતમાં એકનું મૃત્યુ
પાલેજ નેશનલ હાઇવે નં 48 પર ભરૂચના વરેડિયા ગામ પાસે ગત રાત્રિના અરસામાં એક ટેમ્પો કોઈક વાહન પાછળ ધૂસી જતાં ટેમ્પોમાં બેસેલા એક શખ્સનું કરૂણ મૃત્યુ નીપજયું હતું, વરેડિયા ગામ પાસે આવેલી હોટલ બલવાસા નજીક ગર રાત્રિના અરસામાં દ્રાક્ષ ભરેલો ટેમ્પો લઈને જય રહેલા દિપકભાઈ ભગીરથ જાની મૂળ રહે. દાંતા હાલ રહે છે. ટેમ્પો આગળ ચાલી રહેલા કોઈક વાહન પાછળ ધૂસી જતાં ટેમ્પોમાં પાછળ બેઠેલા ભજનલાલ મોહનલાલ ધાતા ને ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું મૃત્યુ નીપજયું હતી. અલસ્મતમાં ટેમ્પોને મોટું નુકસાન થયું હતું. અકસ્માત સંદર્ભે પાલેજ પોલીસે ટેમ્પો ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.