મોડાસામાં વિધવા સાહની લાલચ આપી સોનાની ત્રણ બંગડી અને મોબાઈલ ચોરી શખ્સ ફરાર

અરવલ્લી જીલ્લામાં એકલ દોકલ લોકોને નિશાન બનાવી લૂંટ ચાલવાની અને ધરફોડ તસ્કરીનો સિલસિલો યથાવત છે. ત્યારે મોડાસાના શ્યામસુંદર શોપિંગ સેન્ટર  પાછળ આવેલી ધનશ્યામ સોસાયટીમાં રહેતા શાંતાબેન પુજાભાઈ ચૌહાણ નામની વૃદ્ધ વિધવા મહિલાને એક ઠગ મહિલાએ રિક્ષામાંથી માજી તમારા રૂપિયા પાક્યા છે. કહી વાતોમાં ભોળવી એક હટ્ટીકટ્ટી મહિલા રિક્ષામાં બેસાડી જિલ્લા સેવાસદન લઈ જય જુદી જુદી કચેરીમાં ફેરવ્યા હતા. જે બાદ હાથમાં રહેલી સોનાની બે બંગડી અને મોબાઈલ સ્કાર્ફમાં બંધાવી મહિલા સાથે રહેલી એક નાની છોકરીને યુક્તિ પૂર્વક સ્કાર્ફ આપી વિધવા મહિલાને કચેરી બહાર બેસાડી ફરાર થઈ જતાં ચકચાર મચી હતી. વિધવા મહિલા સાથે બનેલી છેતરપિંડીના બનાવના પગલે લોકો જિલ્લા સેવાસદન કચેરી પહોંચી સીસીટીવી કેમેર ફંફોસી વિલા મોઢે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા તપાસ હાથ ધરી હતી. વૃદ્ર વિધવા મહિલા શાંતાબેન સાથે પ્રતિનિધિએ વાત કરતાં ચોંધાર આંસુઓ સાથે રડી પડ્યા હતા અને ભારે વેદના સાથે જણાવ્યું હતું કે, ગત બપોરના અરસામાં એક મહિલા આવી નામ પૂછી તમારે સરકારી સહાયના રૂ.10,000 પાક્યા છે. તો મારી સાથે ચાલો કહી રિક્ષામાં બેસાડી જિલ્લા સેવાસદન મામલતદાર કચેરી આગળ અને ઉપરના માળે આવેલ કચેરીમાં આમતેમ ફેરવી હાથ પહેરેલા ધરેણા સંતાડીનો નહોતી સરકારી સહાય અધિકારી જોશે તો નહીં આપી કહી મારા માથા પર બાંધેલા સ્કાર્ફમ હાથમાં રહેલ ત્રણ તોલની સોનાની બંગડી અને મોબાઈલ મુકવી પોટલું વાળી મહિલા સાથે રહેલી નાની છોકરીના હાથમાં પોટલું પકડાવી મને કચેરી બહાર બેસાડી દીધી હતી. બંને યુક્તિ પૂર્વક ફરાર થઈ હતા કલાક સુધી પાછા ન ફરતા મને છેતરાતા રડતાં આજુબાજુના લોકોને ખબર પડતાં મહિલાની શોધખોળ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું વૃદ્ર મહિલાએ તેના ઘરે એક દીકરી હોવાનું અને કામનાર કોઈ ન હોવાનું જણાવી બેબાકળા બન્યા હતા. સમગ્ર મુદો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને પહોચતા વૃદ્ર વિધવા મહિલાને પોલીસે શાંતવાના આપી પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *