દુધઇનો દુષ્કર્મ આચરનાર ઈસમ પકડાયો
અંજાર તાલુકાના નવી દુધઇ નજીક યુવતીનું અપહરણ કર્યા બાદ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરાયું હોવામાં બનાવ બાદ આ કૃત્ય આચરનાર ઈસમને દુધઇ પોલીસે ઝડપી પાડી કાયદેસર તપાસ કરી હતી. તા.20/1ના સવારના અરસામાં ફરિયાદી યુવતી નવી દુધઇ નજીક આવેલી ખેતીવાડી ઉત્પન બજાર પાસે ઉભી હતી. તે દરમિયાન અમરાપરમાં રહેતા અતુલ ધનાભાઇ આહીર બુલેટ પર આવ્યો હતો અને છરી દેખાડી બુલેટ પર લઇ જઇ નિર્જન જગ્યાએ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યુ઼ હતું અને રૂ.2500ની કિંમતનો મોબાઇલ પણ લુંટી લીધો હતો. જેમાં દુધઇ પોલીસે આ કૃત્ય આચરનાર અતુલ ધનાભાઇ આહિરની અટક કરી કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજુ કરી કાયદેસર તપાસ કરી હતી.