દેમતી નવાઘરામાં કારે બાઇકને ટક્કર મારતા બે શખ્સોના મૃત્યુ
લાંબડીયા નજીકના રવિવારના બપોરના અરસામાં લાંબડીયા તરફ આવતી બાઈકને કોટડા તરફ જતી એક સફેદ કલરની કારે પુરઝડપે હંકારી જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક તેજુભાઈ પારધી અને પાછળ બેઠેલ લસાભાઈ ગમાર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોચી હતી. 108 દ્વારા તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન બંને ગંભીર ઇજાગ્રસ્તોના કરુણ મોત નિપજ્યા હતા. બાઇકચાલકના ભાઈ માલજીભાઈ પારધીએ ફરાર થયેલ કારચાલક વિરુદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે.