વડોદરામાં દારૂનો જંગી જથ્થો લાવતી ટ્રક અને ટેન્કર શામળાજી પાસે ઝડપાતા રૂ.38 લાખનો મુદામાલ જપ્પ
વડોદરા રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા શરાબના મોટા જથ્થાને ફરી એકવાર પોલીસે પકડી પાડ્યો છે. શામળાજી ચેકપોસ્ટ નજીક પોલીસે શરાબ ભરેલી ટ્રક અને ટેન્કર જપ્ત કરી વડોદરામાં ઠલવાનરો રૂ.19 લાખનો શરાબ અને બે વાહનો મળી કુલ રૂ.38 લાખનો મુદમાલ જપ્ત કર્યો છે. શામળાજી પાસે વેણપુર ગામે ગત બપોરમના અરસામાં વાહન ચેક કરતી પોલીસના સ્ટાફે બાજરીની ગુણી ભરેલી ટ્રકમાંથી રૂ.9.50 લાખની કિંમતની શરાબની કુલ 3,1 68 નંગ બોટલો જપ્ત કરી હતી. પોલીસે રાધેશ્યામ લક્ષમણ નાથ યોગી રહે. દાતડા, જયપુર, રાજસ્થાનની અટક કરતાં તેણે આ જથ્થો તેના ગામના માંગીલાલે મોકલ્યો હોવાનું અને વડોદરા જિલ્લાના કરજણ ગામ પહેલા માંગીલાલને ફોન કરી માંગીલાલ કહે તે પ્રમાણે ડિલીવરી આપવાની હોવાની કબૂલાત કરી હતી, પોલીસે શરબનો જથ્થો જાઓટ કરી મોબાઇલને આધારે કાર્યવાહી હાથ ધરી છે. આ જ રીતે શામળાજીના અણસોલ ગામ નજીક પણ પોલીસે કેમિકલના કેરબા અને ડ્રમ ભરેલી ટેન્કરમાં ચેક કેતા અંદર બનાવવામાં આવેલી પતરાની ટાંકીમાંથી રૂ.7.82 લાખની કિંમતની શરાબની 1836 બોટલો મળી આવી હતી. પોલસીને જોઈ ડ્રાઈવર ઉર્ફે મનોજ રામકુમાર હરિયાણા ફરાર થઈ ગયા હતા. જ્યારે કલીનર મુકેશ ગટુ ઉર્ફે ગણેશ મીના રહે. બારાપાલ ગામ, ઉદેપુર પકડાઈ ગયો હતો. પોલીસ કાર્યવાહીમાં શરબનો જથ્થો વડોદરા શહેરના કપુરાઈ ચોકડી નજીક રહેતા વિકાસકુમારે મંગાવ્યો હોવાની વિગતો ખૂલી હતી. ઘટના બાદ વડોદરા પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે.