માંડવી તાલુકાના પાંચોટિયા-બાડા ગામની સીમમાંથી રૂ.77,500ના કોપરવાયરની તસ્કરી કરનાર 4 ઈસમ ઝડપાયા
ભુજ માંડવી તાલુકાના પાંચોટિયા-બાડા ગામની સીમમાંથી ગત 19/1થી 25/1દરમિયાન સુઝલોન કંપનીની 3 પવનચક્કીઓમાંથી 77,500ના કોપર વાયરની તસ્કરી કરી જવાના કેસમાં માંડવી પોલીસે અગાઉ સુઝલોન કંપનીમાં કામ કરી ચુકેલા યુવક સહિત ચાર ઇસમોઓની ધરપકડ કરી લીધી છે. ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી માંથી વિગતો પ્રમાણે સુઝલોન કંપનીની બાડા- પાંચોટિયા ગામની સીમમાં આવેલ બી 482,483 અને 434 નંબરની પવનચક્કીના કનેકશન માટે 310 મિટર કોપર વાયર કે જેની કિમત રૂ.77,500 થવા જાય છે. તેની તસ્કરી કરી ગયા હતા. માંડવી પોલીસે તસ્કરીની ફરિયાદ નોંધી કાર્યવાહી તેજ કરતાં અગાઉ આ કંપનીમાં નોકરી કરી ચુકેલા અક્ષય ઉર્ફે આશા વાલજી ગઢવી, મોહન સામત ગઢવી, તથા ગોવિંદ ઉર્ફે ભીમશી કરશન ગઢવી, જીવરાજ ઉર્ફે જીલો ખીમરાજ ગઢવી રહે ભાડા તથા પાંચોટીયાવાળઓની ધરપકડ કરીને ઇસમોઓએ તસ્કરી કરેલા તાંબાના વાયરો કબજે કરી તમામ ઇસમોઓ વિરૂધ ગુનો નોંધી અગાઉ કઇ કઇ જગ્યાઓએ તસ્કરીને અંજામ આપ્યો છે કે કેમ તેમજ તેમની સાથે અન્ય કેટલા સંડોવાયેલા છે તે સહિતની વિગતો જાણવા સઘન પુચછતાછ હાથ ધરી છે. ઇસમોઓની ધરપકડ કરાવાની કામગીરીમાં માંડવી પોલીસના જશરાજભાઇ ગઢવી, જગદીશભાઇ ચૌધરી સહિતની ટીમે પીઆઇ એમ જે જલુના સૂચના હેઠળ કાર્યવાહી કરી હતી.