સમાધાન કરવા ગયેલા તુણાના યુવાનને ચાર ઇસમોએ માર મારી છરી ઝીંકી
અંતરજાળ ખાતે જુના ઝઘડાનું સમાધાન કરવા ગયેલા તુણાના યુવાનને ચાર ઇસમોએ માર મારી છરી ઝીંકી ઇજાઓ કરી હતી. આ બાબતે આદિપુર પોલીસ સ્ટેશને ચાર ઇસમો વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ હતી. આ બાબતે તુણા ખાતે રહેતા 25 વર્યષી દિપક વલુભાઇ દાફડાની ફરીયાદને ટાંકી આદિપુર પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રિના અરસામાં અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરવા અંતરજાળના શાંતિનગર ખાતે ગયો હતો. જ્યાં હરેશ પુના ગોહિલ, વિનોદ પુના ગોહીલ અને તેના બે મિત્રોએ સમાધાન કરવા શા માટે આવ્યો છો? તેવું કહી વિનોદ અને અન્યએ પકડી રાખ્યો અને હરેશે તેને પીઠમાં કમરથી નીચેના ભાગે છરી ઝીંકી ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્ત થયેલા દિપકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આદિપુર પોલીસે ફરીયાદના આધારે ચાર ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અહિ નોંધવુ રહ્યુ કે સમાધાનના પ્રયાસો વચ્ચેસ્થીતી વણસવાની બનાવો અગાઉ પણ અનેક વાર બની ચૂક્યા છે. ત્યારે વધુ એક આ પ્રકારનો બનાવ સામે આવતા સંકલમાં ચકચાર મચી હતી.