ડોંબીવલી પૂર્વ તેમ જ કલ્યાણ વિસ્તારમાં કોલેજિયનોના મોબાઈલ ચોરનારો પકડાયો
ડોંબીવલી પૂર્વ તેમ જ કલ્યાણ વિસ્તારમાં છેલ્લા બે માસથી કોલેજિયનો સામે વિવિધ આરોપ કરીને, ધમકાવીને તેમના મોબાઈલ ફરાર થનારા 21 વર્ષના યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. જ્યારે યુવક પાસેથી ચોરેલા મોબાઈલ ખરીદવા બદલ ત્રણ ઇસમની અટક કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સઓ પાસેથી 25 જેટલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હોઈ તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. કોલસેવાડી પોલીસે અટક કરેલા શખ્સોઓની ઓળખ રામકિસન શંકર શિંદે, શોએબ અખ્તર શેખ, સલીમ અન્સારી અને શાહનવાઝ અલીમુલ્લા સૈયદ તરીકે થઈ હતી. આ બાબતે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ગુણો દાખલ કર્યા બાદ શખ્સને ઝડપવા માટે પોલીસના સ્ટાફ તૈયાર કરવામાં આવી હતી.