8.55 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો
મુંબઇ:થાણેના એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ છટકું ગોઠવી અંદાજે 8.55 લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. અટક કરાયેલા ઈસમોની ઓળખ અમોલ રાજુ હિરવે તરીકે થઈ હતી. નવી મુંબઈના તુર્ભે નાકા ખાતેની ઇન્દિરા નગર ઝૂપડપટ્ટી ખાતે રહેતો ઈસમ થાણેના શિળ ફાટા સ્થિત એક હોટેલ પાસે આવવાનો હોવાની વિગતોને આધારે પોલીસના સ્ટાફે રવિવારે છટકું ગોઠવ્યું હતું. સ્કૂટર પર આવી પહોચેલા ઇસમોને તાબામાં લઈ તેની પાસેથી નશીલો પદાર્થ કબ્જે કરવામાં આવ્યો હતો. શખ્સ પાસેથી મોબાઈલ ફોન અને સ્કૂટર પણ કબ્જે કરવામાં આવ્યા હોઈ વધુ કાર્યવાહી ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.