ગાંધીધામમાંથી 37,000 નો શરાબ પકડાયો
ગાંધીધામના રેલવે ઝુંપડા રસ્તા પરથી મારૂતિ કાર સાથે 37,000નો વિદેશી શરાબ પકડાયો હતો. જો કે, શખ્સ નાશી જવામાં સફળ રહ્યો હતો. આ બાબતે મળતી વિગતો અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્રારા રેલવે ઝુંપડા ભાનુભવન સામે ભારતનગર નજીકથી પસાર થતી મારૂતિ કાર નંબર જીજે 12 પ 1111નો ચાલક મુકેશ ઉર્ફે લંગડો ગંગવાણી ને ઉભો રાખી પૂછપરછ કરતાં કારમાંથી કિંમત રૂ.50,000 મળી કુલ 87,800 નો મુદામાલ પકડી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન શખ્સ નાશી ગયો હતો. પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.