ગાંધીધામના જૂની સુંદરપુરી ખાતે નજીવી બાબતે યુવાન પર છરી વડે હુમલો
ગાંધીધામના જૂની સુંદરપૂરી ધોબીધાટ ખાતે નજીવી બાબતે યુવાન પર છરી વડે હુમલો કર્યો હોવાનીફરિયાદ લખાવાઇ છે. આ બાબતે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ધનજીભાઇ રણછોડભાઈ વાલ્મીકી (રાહે. ધોબીધાટ સુંદરપૂરી)એ બન્ટી રમેશભાઈ રરઠોડ (રહે. જૂની સુંદરપૂરી ધોબીધાટ )વિરૂધ્ધ ફરિયાદ લખાવી છે કે, શખ્સએ તું રામ કેમ નથી કરતો તેમ કહી છરી વડે હુમલો કરી પીઢના ભાગે છરી ભોંકી ઇજાઓ કરી હતી. પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.