અંજારમાં ઘર બહારથી બાઈકની તસ્કરી
ગાંધીધામ અંજારના મહાવીર સોસાયટીમાં રહેણાક ઘર બહાર પાર્ક કરેલી મોટરસાઈકલને ગત રાત્રીના અરસામાં કોઇ ઇસમો તસ્કરી કરીને લઈ ગયા હતા. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નિલેશભાઈ કાંતિલાલ સંઘવીએ ફરીયાદ લખાવી હતી. કે ગત રાત્રીના અરસામાં તેમના ઘર બહાર પાર્ક કરેલી હીરો સ્પ્લેન્ડર નંબર જીજે 12 બીએન 1915ની રાત્રીના અરસામાં કોઇ તસ્કરી કરીને લઈ ગયુ હતુ. અંજાર પોલીસે બાઈકની કિંમત 20,000 ગણીને અજાણ્યા ચાર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઠંડીની સીઝન શરૂ થતાં તસ્કરીના કિસ્સામાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો હોવાથી પોલીસ પેટ્રોલીંગ વધારવાની જરૂર છે.