પાર્સલ મામલે તુફાન ચાલકે માર મારી ધમકી આપી
ગાંધીધામના રેલવે સ્ટૅશન પાસે તુફાન ચાલકે કોઇ કારણોસર અપશબ્દો આપીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રેલવે સ્ટેશન પાસે બનેલા બનાવની ફરિયાદ અનુસાર બી ડિવીઝન પોલીસ સ્ટેશને દેવરાજભાઈ મહેશ્વરીએ ફરીયાદ લખાવી હતી.કે તુફાન જીપ નંબર જીજે 10 ઝેડ 6270ના ચાલક શખ્સ ગોવિંદ ગોહિલ મારવાડા(રહે. જુની સુંદરપુરી,ધોબીઘાટ)એ ગત સાંજના અરસામાં રેલવે સ્ટૅશનની સામે આવેલા પુલીયાના સ્થળે શખ્સએ અપશબ્દો આપીને માર મારીને પાર્સલ ઝુંટવી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે જાહેરનામા ભંગની ફરીયાદ દાખલ કરીને કાર્યવાહી આદરી હતી.