ગળપાદરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા
ગાંધીધામ ગળપાદર આર્મી ગેટ નજીક રસ્તા પર આવેલી ચાની કેબીન પાસે જાહેરમાં તીન પતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ પડતાં શામજી કાનાભાઈ આહીર (કટારીયા) (ઉ.વ.35), સુરેશ દુધાભાઈ આહીર(ઉ.વ.34), ભરત મેરાભાઈ આહીર (ઉ.વ.40), કાના રાજાભાઈ આહીર (ઉ.વ.60),મહાદવે મેમાભાઈ આહીર (ઉ.વ.46),અરજણ સામત આહીર (ઝરુ) (ઉ.વ.27)ને રોકડ રૂ.10,100 અને બે મોબાઈલ મળી કુલ રૂ.11,100ના મુદામાલ સાથે પકડી લીધા હતા.