ભરૂચ : મનુબર ગામેથી વિદેશી શરાબના જથ્થા સાથે બે પકડાયા
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ચુડાસમાની સૂચના તેમજ તથા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચનાઓ દ્વારા ભરૂચ જીલ્લામાં પ્રોહી પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તથા આવી ગેરકાયદે પ્રવૃતિ કરતાં શખ્સોને ઝડપી પાડવા આપેલ સૂચના તેમજ જરૂરી માર્ગદર્શન હેઠળ બાવા રૂસ્તમ દરગાહ ઉર્સ તહેવાર નિમિતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચના લીમડી ચોકમાં રહેતો મોહસીન સાફિક કુંભારે વિદેશી શરાબનો જથ્થો મનુબર ગામે નવીનગરીમાં રહેતા સહદેવભાઇ રમેશભાઈ વસાવાના ઘરમાં લાવી સંતાડેલ છે. જે બાતમી આધારે પોલીસે દરોડો પાડીને મોહસીન સાફિક કુંભાર રહે-લીંબડી ચોક ગાયત્રી મંદિર પાસે તા.જી.ભરૂચ અને સહદેવભાઇ રમેશભાઈ વસાવા રહે.મનુબર નવી નગરી તા.જી.ભરૂચને વિદેશી શરાબની બોટલો નંગ-૧૪૪ કીંમત રૂ.૩,૬૦૦૦ તથા બે સાદા મોબાઈલ કીંમત રૂ.૧,૦૦૦ મળી કુલ કીંમત રૂ.૩,૭૦૦૦ના મુદ્દામલ સાથે પકડી પાડી તેમના વિરૂદ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.