Crime

વેકરાની બે વાડીમાંથી બોરના વાયરની તસ્કરી

copy image માંડવી તાલુકાના વેકરાની બે વાડીમાંથી પાણીના બોરના વાયર કિં. રૂા. 12 હજારની તસ્કરી  થતાં ફરિયાદ નોંધાવાઇ હતી ગઢશીશા પોલીસ મથકે રામપર (વેકરા)માં  રહેતા ખેડૂતએ નોંધાવેલી ફરિયાદ અનુસાર  વેકરાની સીમમાં સ્વામિનારાયણ મંદિરની જમીનમાં  ફરિયાદી 10 વર્ષથી વાવેતર કરે છે. રાત  થી  સવાર સુધી આ વાડીમાંથી પાણીના બોરના 40 મીટર વાયર કિં. રૂા. 8000 અને બાજુની વાડીના માલિકની વાડીમાંથી બોરનો 20 મીટર વાયર કિં. રૂા. 4000 એમ કુલે રૂા. 12,000ના વાયરની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો છે  . પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી...

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સોની  ધરપકડ 

copy image ગાંધીધામના  જૂની સુંદરપુરીમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલીઓ ને  પોલીસે ઝડપી પડ્યા  રોકડ રૂા. 15,300 હસ્તગત કર્યા હતા.  ગાંધીધામના જૂની સુંદરપુરીમાં ખેતરપાળ ફળિયામાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો તેવામાં અચાનક  પોલીસ ત્રાટકી  હતી અને અહીં બેઠેલા  શખ્સોને ઝડપી પડ્યા હતા. પત્તા ટીંચતા અને પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 15,300 તથા એક મોબાઇલ હસ્તગત  કરવામાં આવ્યો હતો. 

દારૂની મહેફિલ જમાવી દારૂ પિતા પાંચ ઈસમોને પકડી પાડતી મુન્દ્રા પોલીસ

copy image મુન્દ્રાની મોમાઈ કૃપા સોસાટીનાં  મકાનમાં  શરાબની મહેફિલ માણતા પાંચ શખ્સોને પોલીસે પકડી  કાયદેસરની કાર્યવાહી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  પોલીસ  કર્મચારીઓ  પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ  કર્મચારીને સંયુકત ખાનગી બાતમી મળી હતી કે, મોમાઈ કૃપા સોસાયટી મકાન નંબર 16માં અમુક શખ્સો શરાબની મહેફિલ માણે છે. આ બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં રહેતા શખ્સોને શરાબની મહેફિલ માણતા 10 બિયરના ખાલી ટીન અને બે અડધા ભરેલા તથા નમકીન્સ અને પાંચ મોબાઈલ  કિં. રૂા. 60,000ના મુદ્દામાલ સાથે મુન્દ્રા પોલીસે પકડી  કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મેઘપરમાં ચોરાઉ ભંગાર સાથે એક ઈસમ ઝડપાયો

copy image અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાંથી પોલીસે એક શખ્સને ચોરાઉ અથવા છળકપટથી મેળવાયેલા ભંગારના  સાથે પકડી પાડયો હતો. અંજારની સ્થાનિક પોલીસ  મેઘપર બોરીચી બાજુ પેટ્રોલિંગમાં હતી,તે  દરમ્યાન આનંદ નમકીન લખેલો ટેમ્પો નંબર શંકાસ્પદ  જણાતાં તેને પોલીસે રોકાવ્યો હતો. ટેમ્પોની તપાસ  કરતાં  તેમાંથી એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. આ ભંગાર અંગે વાહનચાલક  પાસેથી આધાર-પુરાવા માગતા તે આપી શક્યો ન હતો,  તેની પાસેથી રૂા. 1,53,750નો ભંગાર હસ્તગત  કરવામાં આવ્યો હતો. તેણે આ માલ ક્યાંથી મેળવ્યો તેમજ કોને આપવા જવાનો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે સહિતની આગળની કાર્યવાહી પોલીસે  હાથ ધરી હતી .

વાગડ પંથકમાં વધુ બે શખ્સો દેશી બંદૂક સાથે ઝડપાયા

copy image  ભચાઉ-રાપરમાં પોલીસે બે શખ્સોને બે દેશી બંદૂક સાથે  પકડી પડ્યા. ભચાઉના જૂની બંધડી  વાડીવિસ્તાર તથા રાપરના ધાડધ્રોમાં પોલીસે તપાસ હાથ ધરી  હતી. તે દરમિયાન નેરના મેવાડાનગરમાં રહેનાર શખ્સ  એ જૂની બંધડી ગામે એક શખ્સની વાડી ભાગમાં રાખી ખેતીકામ કરે છે અને આ વાડીમાં બાવળોની ઝાડીમાં દેશી  દારૂનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. દેશી દારૂ શોધવા ગયેલી  પોલીસે વાડીમાં ઓરડી પાસેથી આ શખ્સ ની ધરપકડ કરી હતી. તેને સાથે રાખી બાવળની ઝાડીમાં દારૂની શોધખોળ વચ્ચે અહીંથી દેશી ...

દુધઇમાં  બંધ ઘરમાંથી 1.24 લાખની ચોરી

copy image અંજાર તાલુકાના નવી દુધઇ ગામમાં  આવેલી નિરંકારી કોલોનીમાં  એક બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરોએ  રૂા. 1,24,375ના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. નવી દુધઇની નિરંકારી કોલોનીમાં રહી ડ્રાઇવિંગનું  કામ કરનારા શખ્સના  મકાનને તસ્કરોએ  નિશાન બનાવ્યું હતું . આ ફરિયાદીની તબિયત બરોબર ન હોવાથી  સવારના આરસામાંપોતાની પત્ની  સાથે  ભુજની ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા અને તેમની દીકરીને પોતાના મોટા ભાઇના ઘરે મૂકી ગયા હતા. ભુજમાં  શખ્સની સારવાર ચાલુ હોવાથી તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે દરમ્યાન  સવારે તેમની દીકરી મોટા બાપાના ઘરેથી પોતાના ઘરે આવતાં તેમનાં મકાનનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં તેમજ ઘરમાં રહેલો કબાટ પણ ખુલ્લો હતો, ફરિયાદીને  જાણ કરાતાં આ શખ્સ હોસ્પિટલમાંથી રજા લઇને  સવારે પરત પોતાના ઘરે દોડી આવ્યા હતા. તેમનાં બંધ મકાનનાં તાળાં તોડી  તસ્કરો અંદર ઘૂસી  કબાટ ખોલી તેમાંથી રોકડ રૂા. 13,000 તથા 17.230 ગ્રામનું સોનાંનું મંગળસૂત્ર, નવ ગ્રામનાં સોનાંના સર બુટિયા, છ ગ્રામની સોનાંની ચેઇન,  ચાર ગ્રામની સોનાંની બે વીંટી,0.5 ગ્રામનો સોનાનો ઓમકાર એમ કુલ રૂા.1,24,375ની  ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. . પોલીસે બનાવ  અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં ચોરીના...

મેઘપરમાં બાળકીની છેડતી કરી માતા ઉપર હુમલો કર્યો 

copy image  અંજાર ના મેઘપર કુંભારડીમાં  બાળકીની છેડતી કર્યા બાદ શખ્સે માતા ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે  નોંધાઈ હતી . સૂત્રો દ્વારા મળતી માહિતી  મુજબ  બાળકીની માતાએ આરોપી  વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ 10 દિવસ પુર્વે ફરિયાદીની 9 વર્ષની પુત્રીની છેડતી કરી  હતી. ગત સાંજના આરસમાં   શખ્સ ફરિયાદીના ઘરે આવ્યો હતો ત્યારે માતાએ  આરોપીને ઘરમાં આવવાની ના પાડી હતી. આરોપી ઉશ્કેરાઇ  બાળકીની માતા ઉપર  છરી વડે હુમલો કરી ગંભીર ઈજા  પહોંચાડી  નાસી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના હાથ ધરી...

ગાંધીધામમાં બગડી ગયેલી ટ્રકની ચોરી કરી ભંગાર કરી નખાઈ

copy image ગાંધીધામના  ટ્રાન્સપોર્ટ કંપનીની બગડી ગયેલી ટ્રક મુંદરાના શખ્સે ચોરી કરીને ભંગાર કરી નાખી  હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો  હતો. સૂત્રો દ્વારા  મળતી માહિતી મુજબ આ  બનાવ ગત તા. 11 મેના અરસામાં ગળપાદર હાઈવે ઉપર બન્યો હતો. ટ્રાન્સપોર્ટની  કંપની ટ્રક રીપેરીંગમાં લઈ જતા હતા  ત્યારે  ટ્રક રસ્તામાં ફસાઈ ગઈ હતી. આ દરમ્યાન  આરોપી એ  ક્રેન સર્વિસ  દ્વારા  ગાંધીધામથી મુંદરા લઈ ગયા હતા અને આ ગાડીમાં સમારકામ ઘણું  હોવાનું કહી ટ્રકને  ગેરેજમાં ભંગારમાં ફેરવી નખાવી હતી.  આ મામલે ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીની  ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી...

ભુજમાં સામૂહિક પાંચ મોબાઈલ ચોરનાર ઝડપાયો

copy image ભુજના દીનદયાળ નગરમાંથી ચાર ઘરને નિશાન બનાવી ચોરે પાંચ મોબાઇલ કિં. રૂા. 31,500ની તસ્કરી  કરી હતી,  પોલીસે ગણતરીના કલાકોમાં  ચોરને પકડી પડ્યો હતો ,  ભુજમાં દીનદયાળ નગરમાં રહેતા રિક્ષા ચાલકે  બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર  તા. 23-5ની રાતથી બીજા દિવસની સવાર સુધી 16 હજારનો લોન પર લીધેલો મોબાઇલ ઘરની બારી પાસે ચાર્જિંગમાં રાખેલો હતો  રાત વચ્ચે ગુમ થતાં અડોશ પડોશમાં પૂછ-પરછ કરતાં અન્ય ત્રણનાં ઘરમાંથી પણ  આ રીતે મોબાઇલની તસ્કરી થતાં કુલ્લ પાંચ મોબાઇલ કિં. રૂા. 32,500ની કોઇ  ચોર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી...

ખારાઈની સીમમાં મંદિરની દાન પેટીમાં અજાણ્યા ઈશમ દ્વારા તાળા તોડી ચોરી કરાઈ

copy image અબડાસા તાલુકાના ખારાઈની સીમમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અજાણ્યા  ઇસમએ દાનપેટી  તોડી રોકડા રૂા. 3850ની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો હતો . ખારાઈ સીમના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ  વાયોર પોલીસ મથકે   નોંધાવેલ  ફરિયાદ અનુસાર પૂજારી સાંજના આરસામાં મંદિરેથી વાયોર રાશન       લેવા ગયા હતા  રાતના   આઠેક વાગે મંદિરના ગેટ પાસે પહોંચતાં  એક ઈસમ  બાઈકથી નીકળતો જોયો હતો,  અગાઉ ક્યારેય તે ઇસમન ફરિયાદીએ જોયો નહોતો. મંદિરમાં જતાં ત્યાં લાકડાંની દાનપેટીનું તાળું  તૂટેલું હતું.  આ દાનપેટીમાં અંદાજે રૂા....