Breaking News

Crime News

Election 2022

મેઘપરમાં બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો

copy image અંજારના મેઘપર કુંભારડીની ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેતા મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો  હતું.  મેઘપર કુંભારડીમાં ગોલ્ડન સિટી સોસાયટીના મકાન નંબર 39માં રહેનાર  મહિલાએ  રાત્રના આરસમાં ગળેફાંસો ખાઇ  મોત ને વ્હાલું કર્યું હતું  . આ મહિલા પોતાના ઘરે હતા તે  દરમ્યાન તેમણે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ મહિલા બિમારીથી પિડાતા હોવાથી તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. 

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારી  એક  યુવતી પર બળાત્કાર આચરતા શખ્સ વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ  નોંધાઇ

copy image અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર એક યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર કુંભારડીની સીમમાં આવેલી એક ઝૂંપડપટ્ટી વસાહતમાં રહેનાર યુવતીને શનિદેવ મંદિર સામે રહેનાર શખ્સે `તું મને બહુ ગમે છે, તારી સાથે લગ્ન કરીશ' તેવી લાલચ આપતો હતો. છેલ્લા દોઢેક  વર્ષથી અત્યાર સુધી લગ્નના વાયદા કરી આરોપીએ યુવતી ઉપર વારંવાર તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં ભોગ બનનાર યુવતી સાથે લગ્ન ન કરી તેને બદનામ કરી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે બનાવ અંગે  ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બિદડામાં લીલી ઝાડીનાં લાકડાંનો મોટો જથ્થો વન વિભાગે ઝડપી પાડ્યો

copy image માંડવી તાલુકાના બિદડા ખાતે વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે કપાયેલ લીલી ઝાડીના લાકડાનો જથ્થો જપ્ત કરાયો હતો. લાકડાનો જથ્થો વાહોનોમાં ભરવામાં આવતો હતો.  ચાર વાહન કામગીરી દરમ્યાન જપ્ત કરાયા હતા. કચ્છ જેવા સુકા પ્રદેશમાં મોટી માત્રામાં કોઇ જ મંજૂરી  લીધા વગર કટિંગ કરાયેલ લીલી ઝાડીનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરી વનગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાના  કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. વન વિભાગની આવી કાર્યવાહીના લીધે માંડવીમાં લીલી  ઝાડીનું  ગેરકાયદેસર કટિંગ અટકશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. આ કામગીરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી.

બોટાદ તાલુકાના રંગપર ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયુ

ભચાઉ પત્રકાર એસોસીએશન દ્વારા અગની કાંડ મા ભચાઉ પત્રકાર એસોસીએશન દ્વારા શ્રદ્રાંજલીનો કાર્યકમ યોજાયો

ભરૂચમાં સગીરે તેના સ્કૂલ મિત્ર સાથે મળી મોજશોખ પુરા કરવા રૂ 9 32 લાખની ઘરફોડ ચોરીને આપ્યો અંજામ