Breaking News

નાઇટ પેટરોલીીંગ દરમ્યાન શ્ચશકારની પ્રવૃતી કરવા આવેલ બેઇસમોનેગેરકાયદેસર હાથ બનાવટની દેશી બીંદુક તથા શ્ચશકાર કરલેવન્યજીવ સાથે પકડી પાડતી પધ્ધર પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગધિયા સાહેબશ્રી પધિમ કચ્છ-ભુજનાઓ તથારધિરાજધસિંહ જાિેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ ધિભાગ,ભુજ તથા સકકલ પો.ઇન્દ્સ.આર.એન.ચૌહાણ ભુજ નાઓએ ચુિંટણી...

 લોદ્રાણીમાં એક પરિણીતાના આપઘાતની બાબતે સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં  ફરિયાદ નોંધાઇ

copy image   લોદ્રાણીમાં એક પરિણીતાના આપઘાતની બાબતે સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં  ફરિયાદ નોંધાઇ હતી. પારકરા વાંઢ નાગપુર લોદ્રાણીમાં રહેનાર શખ્સે  પોતાની દીકરી ના  પતિ  તથા સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની દીકરીનાં લગ્ન બાદ સસરાની ચડામણીથી પતિ માર મારતાં ફરિયાદી પોતાની દીકરીને પરત લઇ આવ્યા હતા. બાદમાં સામાજિક રીતે  સમાધાન થતાં પરત મોકલાવી હતી.  ફરિયાદીના ઘરે  ભજન સત્સંગ હોવાથી પોતાની દીકરીના  ઘરે  આમંત્રણ આપવા ગયા હતા. ત્યારે આ પરિણીતાએ સસરાની ચડામણીથી પતિ મારકૂટ કરતા હોવાનું જણાવ્યુ હતું  ભજન સત્સંગના કાર્યક્રમમાં હાજરી આપી પરિણીતા પોતાના ઘરે ગયા બાદ  બપોરના આરસામાં  સાસરિયાંના...

ચેક પરત થવાના કેસમાં આરોપીને અદાલતે વળતર પેટે બમણી રકમ ચૂકવવા સાથે 18 માસની સાદી કેદની સજાનો   હૂકુમ  ફટકાર્યો  હતો. 

copy image  ચેક પરત થવાના કેસમાં અંતરજાળના આરોપી ને જ્યુડિશિયલ અદાલતે વળતર પેટે બમણી રકમ ચૂકવવા સાથે 18 માસની સાદી કેદની સજાનો   હૂકુમ  ફટકાર્યો  હતો. આદિપુરના ફરિયાદી એ  આરોપીને ચેક દ્વારા  ઉછીના રૂા. 7 લાખ આપ્યા હતા, જે ચેક આપેલ  હતો તે  ચેક પરત ફર્યો હતો. આ કેસમાં અદાલતે  બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદી તરફ થી...

ભીડનાકા બહારના વિસ્તારમાં રહેતા એક શખ્સે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

copy image ભીડનાકા બહારના વિસ્તારમાં રહેતા એક શખ્સે કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સૂત્રો દ્વારા જળવામાં આવ્યું...

શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તારમાં ખુલ્લામાં પત્તા ટીંચતા પાંચ શખ્સ પોલીસના સકંજામાં

copy image શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડા વિસ્તારમાં ખુલ્લામાં પત્તા ટીંચતા પાંચ શખ્સને પોલીસે ઝડપી પાડી રોકડ રૂા. 10,650 જપ્ત કર્યા હતા. શહેરમાં ચીરઇ સોલ્ટ પાછળ ગુ.હા. બોર્ડ ઝૂંપડા એક શખ્સનાં મકાન નજીક શેરીમાં આજે ઢળતી બપોરે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને પાંચે શખ્સોને પકડી પાડયા હતા. લીમડાના ઝાડ નીચે નસીબ અજમાવતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 10,650 હસ્તગત કર્યા હતા.

લખપતમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતાં  બાઇકચાલકને અસ્થિભંગ સહિતની ઇજા 

copy image લખપત તાલુકાના ઘડુલી પાસે ગત તા. 8/4ના પુરપાટ આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતાં  બાઇકચાલકને અસ્થિભંગ સહિતની ઇજા થઇ હતી. આ અંગે ગઇકાલે દયાપર પોલીસ મથકે ઉમરસર લિગ્નાઇટ માઇન્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને  નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ તા. 8/4ના પોતાની બાઇક  લઇ લખતપ-ઘડુલી રોડ પર માઇન્સ તરફ જતી વખતે સામેથી પુરપાટ આવતા ડમ્પર એ બાઇકને ટાયરમાં ભટકાડતાં ફરિયાદી બાઇકચાલકને પગમાં ત્રણ ફ્રેક્ચર સહિતની ઇજા તથા બાઇકમાં રૂા. 15 હજારનું નુકસાન થયાની ફરિયાદ નોંધાવેલ છે.

રાપર તાલુકાના લોદ્રાણીમાં રહેનાર  પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યૂ

copy image રાપર તાલુકાના લોદ્રાણીમાં રહેનાર  પરિણીતાએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યૂ  હતું. લોદ્રાણી ગામમાં રહેનાર આ પરિણીતા ગઇકાલે બપોરના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેમને હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્રણ વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ પરિણીતાએ કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે ? પોલીસે  તેની આગળની તપાસ  હાથ ધરી છે.

બાવળની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર ઈશમો ઝડપાયા

copy image મુંદરા તાલુકાના બારોઈની ગૌશાળા પાછળ બાવળની ઝાડીમાં  જુગાર રમતા ચાર જુગારીને પોલીસે ઝડપી પાડયા હતા.  સાંજના અરસામાં  બારોઈની ગૌશાળા પાછળ દીવાલની આડમાં બાવળની  ઝાડીમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂા. 10450 તથા ત્રણ મોબાઈલ કિં. રૂા. 15,000 એમ કુલે રૂા. 25,450ના મુદ્દામાલ સાથે મુંદરા પોલીસે ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.