Crime

હમીરપર ખૂન કેસમાં ત્રણ ઇસમના વચગાળાના જામીન અદાલતે નકાર્યા

copy image રાપર તાલુકાના હમીરપર ગામમાં એક સાથે પાંચ લોકોની હત્યા કરવાના કેસમાં આરોપીઓ પૈકીના  ત્રણ શખ્સો  માટે કરવામાં આવેલી વચગાળાના જામીનની માગણી અદાલતે નામંજૂર કરી હતી.  ભચાઉની સેશન્સ  કોર્ટ સમક્ષ  આરોપીઓ પૈકીના ધનરાજભાઈ કરસનભાઈ ખિયાણી, દિનેશ  કરસનભાઈ કોલી અને લાખા  કોલીએ વચગાળાના  જામીન કેળવવા અરજી કરી હતી. બંને પક્ષને સાંભળીને અદાલતે વચ્ચગાળાની માગણી ઠુકરાવી દેતો નિર્ણય આપ્યો  હતો. અત્રે નોંધનીય  છે કે, એક સાથે પાંચ લોકોની હત્યાના આ કેસમાં  22 આરોપી સામે ગુનો નોંધાયા  બાદ ધરપકડ  કરાઈ હતી. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. વચગાળાના જામીન અંગેના આ કેસની સુનાવણીમાં ફરિયાદી તરફે  વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, આર. એસ. પંડયા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી તથા એસ. એસ.  ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.

ગાંધીધામમાં પોતાના ઘરમાં આંકડા લેતો ઈસમ ઝડપાયો

copy image ગાંધીધામનાં સુંદરપુરી વિસ્તારમાં ઘરની અંદર વરલી મટકાના આંકડાનો જુગાર લેતા એક શખ્સને પોલીસે  અટક કરી  તેની પાસેથી રોકડા રૂા. 4230 કબ્જે  કર્યા હતા. ગાંધીધામની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરતાં-કરતાં સુંદરપુરીમાં  દ્વારકા  ફર્નિચર પાસે આવેલા સુંદરપુરીમાં દશામા મંદિર પાછળ રહેનારો ગોવિંદ ઉર્ફે ટીલો માજી રાણા નામનો શખ્સ પોતાના ઘરમાં આંકડાનો જુગાર લેતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેના ઘરે છાપો માર્યો હતો. ઘરમાંથી ગોવિંદ ચોથાજી માજીરાણાને પકડી દરવાજા પાછળ બુટમાંથી આંકડા લખેલી ચીઠ્ઠી તથા તેના ખિસ્સામાંથી ચીઠ્ઠી કબજે કરવામાં આવી હતી. તેની પાસે આવતા ગ્રાહકો પાસેથી આંકડા લઇ પૈસા લઇને લોકોને આંકડાનો જુગાર રમાડતો હતો પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડ રૂા. 4230 હસ્તગત કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ આવા પન્ટરો જાહેરમાં  આંકડા  લેતા હતા, હવે ઘરે બેઠા-બેઠા આંકડા લેતા થઇ ગયા હતા.

ભુજ, માકૂવા અને માંડવીની વાહન ચોરી અંગે કિશોર કાયદાના સંઘર્ષમાં

copy image ભુજ, માનકૂવા તથા માંડવી પોલીસ મથકમાં વાહન ચોરી અંગે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર ઝડપાતાં વાહન ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બી-ડિવિઝન પોલીસે એક્ટિવા  તથા ત્રણ બાઈક  જપ્ત કર્યા હતા. પ્રાપ્ત માહિતી  મુજબ, ભુજમાં થયેલી એક્ટિવા ચોરીની તપાસમાં પરોવાયેલી પોલીસને  બાતમી મળી  હતી કે, આત્મારામ સર્કલથી ભુજિયા રિંગરોડ તરફ એક ઈસમ વાહન લઈને જઈ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં કિશોર ઝડપાયો હતો, તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ભુજ,  માનકૂવા અને માંડવીમાં  પણ  તેણે વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી કુલ ચાર  વાહન કબજે કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી હતી.

લેન્ડ ગ્રેબિંગના બે કેસમાં બે ઈસમના આગોતરા મંજૂર

copy image લેન્ડ ગ્રેબિંગના જુદા-જુદા બે કેસમાં બે આરોપીએ કરેલી આગોતરા જામીન મળેવવાની અરજી  ખાસ કોર્ટે  મંજૂર કરતો  હુકમ  કર્યો હતો.  ભુજ તાલુકાના  સુખપર ગામમાં  વીરજી શામજી રાબડિયા સામે પ્લોટ પર ગેરકાયદે કબજો કરી  રહેણાકનું  મકાન બનાવ્યા  અંગે રતનબેન  માવજી રાબડિયાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે આરોપી  વીરજીભાઈએ  પ્લોટ વડીલોપાર્જિત હોવાના આધાર-પુરાવા રજૂ કરી આગોતરા જામીન મેળવવા અરજી...

નેત્રામાં ધાણીપાસાનો જુગાર રમતા 7 ઝડપાયા

copy image  નેત્રા ગામે ફૂલવાડી વિસ્તારમાં પડ જમાવી બેઠેલા સાત શખ્સોને પકડી પડ્યા  હતા. નખત્રાણા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી.એ...

સિનુગ્રાની સીમમાં શ્રમિકની હત્યા કરનારા બે ઇસમોને પકડી લેવાયા

copy image સિનુગ્રાની સીમમાં આવેલી ભાગ્યલક્ષ્મી ઈન્ફા પ્રોજેકટમાં કામ કરતા મજૂરની જૂના ઝઘડાના મનદુ:ખના કારણે બે મજૂરોએ પથ્થરના ઘા મારી...

આધાર-પુરાવા વગર ચોરી-છળકપટથી મેળવેલ ગેસના બાટલાઓ સાથે આરોપીને ઝડપી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ અને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર...

મોટી ખોંભડીમાં 255 કોરીમાં ખરીદાયેલા વરંડા મુદ્દે મહત્ત્વનો ચુકાદો આવ્યો

copy image નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીમાં 255 કોરીમાં ખરીદાયેલા વરંડાના મુદ્દે નખત્રાણાની અધિક સિવિલ કોર્ટે દાવો લાવનારની તરફેણમાં ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો . કેસની ટૂંકી વિગત મુજબ મોટી ખોંભડીમાં આશરે 500 વારના  પ્લોટનો  વરંડો સ્વ. ઠક્કર દેવકરણ વેલજી શેઠિયાએ ગામના મૂળ જાગીરદાર જાડેજા મુરવાજી પેટવાલાના વારસદારો પાસેથી કચ્છ રાજના ચલણની 255 કોરીમાં વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યો હતો. દેવકરણ શેઠિયાનાં નિધન બાદ વરંડાનો કબજો - ભોગવટો તેમના વારસદારોના કબજા - ભોટવટામાં હતો, જો કે, તેમની જાણ બહાર અમુક શખ્સોએ વરંડાનો બોગસ દસ્તાવેજ બનાવી રજિસ્ટર કરાવ્યા હતા, જે બાબતે વારસાદારો દ્વારા દીવાની દાવો કરાયો હતો. આ કેસ નખત્રાણા અધિક સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તમામ દસ્તાવેજી પુરાવાઓ તથા લેખિત-મૌખિક દલીલોના આધારે બોગસ દસ્તાવેજો  બિનઅધિકૃત હોવાનું ઠરાવી રદબાતલ કર્યા હતા અને જમીન પર પ્રતિવાદીઓ દ્વારા કોઈ પણ પ્રકારનાં બાંધકામ કે વેચસાટ ન કરવાનો અને કબજો દાવો લાવનારાને આપવા ધાક બેસાડતો આદેશ  કર્યો હતો. આ કેસમાં વાદીના  વકીલ તરીકે  એમ.આર. હાર્ષ અને તેમની ટીમ હાજર રહી હતી.

બે પરિણીતા સાથે દુષ્કર્મ થતાં ફરિયાદ નોંધાઈ

copy image ભુજ તાલુકાના ખાવડા બાજુના એક ગામની યુવા પરિણીતા તથા નખત્રાણાની પરિણીતા સાથે દુષ્કર્મ  થતાં  બે ફરિયાદ નોંધાઇ હતી . ખાવડા પોલીસ મથકે યુવા પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ  આરોપી  હારૂન  અબડા સમા (રહે. મોટા પૈયા ખાવડા)એ ફરિયાદીના ઘરે રાતે આવી લલચાવી-ફોસલાવીને વિશ્વાસમાં  લઇ  ફરિયાદી  સાથે શારીરિક સંબંધ બાંધી, ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી અને છરી બતાવી વારંવાર  બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ફરિયાદી નોંધાઇ હતી . જ્યારે નખત્રાણા પોલીસ મથકે અન્ય પરિણીતાએ  નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અનવર મામદ નોતિયાર (રહે. ઘડાણી તા. નખત્રાણા)એ ફરિયાદીને છરી  બતાવી તેના દીકરા તથા પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ફરિયાદીનું અપહરણ કરી ...

ખારીરોહરમાં મકાનમાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ 

copy image ગાંધીધામ ખારીરોહર ગામમાં ચાલતા જુગારના અડ્ડાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. એક મકાનમાંથી  પોલીસે પાંચ  મહિલા ખેલી સહિત છ લોકોની ધરપકડ  કરી રૂા. 1,22,140 જપ્ત  કર્યા હતા. ખારીરોહરમાં મહાદેવ મંદિર પાસે  રહેનાર  હનીફ અબ્દુલ પરાર નામનો શખ્સ પોતાના ઘરે બહારથી ખેલીઓ બોલાવી તેમને જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. પોલીસ તા. 2/7ના વોરંટ મેળવી કાર્યવાહી કરવાની હતી  પરંતુ આ જુગારીઓ સાંજ થતાં ઊઠી ગયા હોવાનું બાતમીદારે કહ્યું હતું. બીજા દિવસે તા. 3/7ના પણ જુગારના પડ  મંડાતાં પોલીસે છાપો માર્યો હતો. ખારીરોહરના આ મકાનમાંથી હનીફ અબ્દુલ પરાર સાથે ગાંધીધામ સેક્ટર-6ના લક્ષ્મીબેન રતન મહેશ્વરી, ભૂકંપનગર કિડાણાના રહેમતબેન ઓસમાણ ઇબ્રાહિમ મથડા, મણિનગર ઝૂંપડા આદિપુરના ગોરબાઇ મનજી નાથા વિંજોડા, શાંતાબેન મેઘજી ભોજા બારોટ તથા સોનબાઇ નારાણ ભચુ બારોટને પકડી પાડવામાં આવ્યા હતા. ગઇકાલે સૂર્યાસ્ત થઇ ગયો હોવાથી મહિલાઓને નોટિસ પાઠવી જવા દેવાઇ હતી જ્યારે હનીફની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 1,22,140 તથા ગંજીપાના હસ્તગત કર્યા હતા.