Crime

ચકચારી ભચાઉ હત્યાના પ્રયાસ, શરાબના કેસમાં પોલીસ ઈસમોને લઈને રાજસ્થાન જશે

copy image ભચાઉ નજીક પોલીસ ઉપર કાર ચડાવવા અને દારૂના પ્રકરણમાં પકડાયેલા બુટલેગર અને મહિલા પોલીસકર્મીને  દારૂ પ્રકરણમાં રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન હત્યાની કોશિશના કેસમાં બુટલેગરના જામીન નકારી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ભચાઉ નજીક બનેલા પ્રકરણમાં ફરજમોકૂફ કરાયેલા મહિલા પોલીસકર્મીને  જામીન અપાયા બાદ  પોલીસે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહને દારૂના બનાવ સંબંધે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા દશ મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા અને બંનેના સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજસિંહ વિરુદ્ધ 16થી વધુ દારૂના ગુના, શરીર સંબંધી ગુના, નીતા ચૌધરી કાયદાના જાણકાર, તેમને પાસેથી જપ્ત કરાયેલ દારૂની બોટલો ઉપર ફોરસેલ ઈન રાજસ્થાન ઓન્લી ફોર ગુજરાત લખેલું છે. બંને પાસે પરમિટ નથી,  જેથી બનાવના મૂળ સુધી જવા માટે રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. દારૂનો આ જથ્થો નીતા ચૌધરી આબુ રોડ બાજુથી લાવી હતી. આ બંને ત્યાંથી કઈ-કઈ હોટેલમાં ગયા હતા કે તેમની  સાથે અન્ય  કોઈ  હતું કે નહીં  આબુ રોડ બાજુ કઈ જગ્યાએથી દારૂ ખરીદવામાં આવ્યો હતો, તે સહિતની વિગતો માટે બંનેની હાજરી  જરૂરી  હોવાથી રિમાન્ડની  માંગ કરાઈ હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશ ડી.એસ. ડાભીએ આ બંને આરોપીના તા. 6/7 ના બપોરે ચાર વાગ્યા સુધીના એટલે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં સરકાર તરફે સરકારી વકીલ બિપિન વિઠ્ઠલાણીએ રજૂઆત કરી હતી. દરમ્યાન હત્યાની કોશિશના કેસમાં બુટલેગર એવા યુવરાજસિંહએ જામીન ઉપર મુક્ત થવા અરજી કરી હતી, જેમાં બંને પક્ષને સાંભળ્યા બાદ આ શખ્સની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. બનાવ અંગે પી.આઈ. એસ.ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, જે વાહનમાંથી બંને ઝડપાયા હતા તે વાહનના માલિકને બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવશે. પકડાયેલા બંને આરોપીને સાથે રાખીને પોલીસ રાજસ્થાન જશે તેવું પણ જાણવા મળ્યું હતું. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ બહાર લાવતાં બંને ખુલ્લા થઈને પોલીસ વાહન બાજુ જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો, જ્યારે અન્ય આરોપીઓને પોલીસ પકડી લઈ જઈને વાહનમાં બેસાડતી હોવાનું સૂત્રો દ્વારા  જણાવા મળ્યું હતું.

ધ્રબુડીના દરિયાકિનારે ફરી ચરસનાં ચાર પેકેટ મળી આવ્યા

copy image મોટા ભાડિયા થોડા-થોડા અંતરે મળી આવતા માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ધ્રબુડી અને  મોઢવા ગામ વચ્ચેના દરિયાકિનારે શંકાસ્પદ ચરસના ચાર પેકેટ માંડવી મરીન પોલીસે કબજે કર્યા હતા. પ્રાપ્ત  માહિતી મુજબ, પેટ્રોલિંગમાં રહેલી માંડવી મરીન પોલીસ, માંડવી ટાસ્ક ફોર્સ અને એસઆરડીની ટીમને ધ્રબુડી-મોઢવા નજીકના દરિયાકાંઠે થેલીમાં શંકાસ્પદ ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટ જપ્ત કરી માદક પદાર્થની તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતા.

જિયાપરના વેપારીનો 9 લાખનો ચેક બાઉન્સ : એક વર્ષની સજા ફટકારાઈ

copy image જિયાપરના વેપારીને રૂા. 9,00,000ના ચેક બાઉન્સના કેસમાં  1 વર્ષની સજા તથા ચેકની પૂરેપૂરી રકમ 30 દિવસમાં  જમા કરવી અન્યથા વધુ 3 વર્ષની સજાનો ભુજ એડી. જ્યુ. મેજિ. કોર્ટે હુકમ ફરમાવ્યો હતો. આ કેસની ટૂંકી વિગત મુજબ ફરિયાદી ભાવસંગજી પ્રતાપજી પીર ખેડૂત તરીકે પોતાની જમીનનો ખેતપેદાશ આરોપી વેપારી મગનલાલ વિશ્રામ પટેલને વેચી હતી. વેચાણના બદલામાં આરોપી વેપારી મગનલાલ પટેલ રૂા. 9,00,000નો ચેક ફરિયાદીને આપ્યો હતો.  ચેક  `ઈન્સફિસિયન્ટ ફંડ'ના સેરાથી બાઉન્સ તથાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધ નેગોસિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ  ફરિયાદ દાખલ કરતાં પાંચમાં અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભુજની કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવતાં અને ફરિયાદ મંજૂર કરી આરોપી મગનલાલને એક વર્ષની જેલની સજા તથા ચેકની રકમ ચૂકવણીનો દંડ ફટકારતો આદેશ  કર્યો હતો.  ફરિયાદી ભાવસંગજી પીરના વકીલ તરીકે ધારાશાત્રી એસ.એ. વાઘેલા હાજર રહ્યા હતા.    

મોટા રતાડિયામા સાસુ-નણંદના ત્રાસથી પરિણીતાએ અગનપછેડી ઓઢી

copy image માંડવી તાલુકાના મોટા રતડીયા ગામે પરણીતાને અતિશય ત્રાસ અપાતા તેણે પોતાના ઘરે અગન પછેડી ઓઢી લીધી હતી.જેમાં સાસુ...

પશ્ચિમ કચ્છ પોલીસ કન્ટ્રોલ રૂમના ઈન્ચાર્જની ફરજમાં દંપતીએ રુકાવટ કર્યાની ફરિયાદ

copy image ભુજ એ ડિવિઝન પોલીસે કેમ્પ એરિયાના દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.  ભુજના કેમ્પ એરિયામાં રહેતા...

અંજારના કિશોરને ઝાડ સાથે બાંધી ચાર પિતરાઈએ માર મારતાં ઝેરી દવા પીધી

copy image અંજારના પ્રભાત નગરમાં રહેતા એક કિશોરને પૂરઝડપે ઘર પાસે બાઈક ચલાવવાના મામલે તેના ચાર પિતરાઈ ભાઈઓએ તેને ઝાડ...

ચિયાસરમાં દબાણનો વાંધો ઉઠાવતાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

copy image અબડાસા તાલુકાના ચિયાસર ગામના ચબૂતરા પાસે રોડ પર કોઠારા ગામના શખ્સ સિમેન્ટના બ્લોક બનાવવાની ફેક્ટરી નાખી ગેરકાયદેસર રીતે...

ગાંધીધામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કર્યો

copy image ગાંધીધામના ભારત નગરમાં રહેતા એક યુવાને આદિપુરના વ્યાજખોર પાસેથી લીધેલા રૂપિયા એક લાખ પરત ચૂકવી આપ્યા પછી પણ...

ગાંધીધામમાં બાળકી સાથે અડપલાં કરનારા શખ્સને ત્રણ વર્ષની કેદની સજા

copy image ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ચારેક વર્ષ અગાઉ એક બાળકી સાથે અડપલા કરનારા શખ્સને ન્યાયાલયએ તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 12,000નો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.  કાર્ગો વિસ્તારમાં રહેનાર ફરિયાદી ગત તા. 14-9-2020ના ચાવલા ચોક વિસ્તારમાં હતા, બાદમાં સાંજના અરસામાં   ફરિયાદી ઘરે પહોંચતાં  ઘરના સભ્યો હાજર હતા અને કાંઇ વાતચીત કરતા હતા, જેથી ફરિયાદીએ શું વાત કરો છો તેવું પૂછતાં પરિવારજનોએ જણાવ્યું હતું કે,  સાંજના  વિનોદ ઉર્ફે લાલો રામજી ગોહિલ નામના શખ્સે આપણી દીકરીને દુકાન પાછળ ઓરડીમાં  લઇ જઇ  અડપલા કરતો હતો, જેને ઘરના મહિલા સભ્ય જોઇ જતાં દીકરીને ઘરે લઇ આવ્યા હતા. ઘરમાં ગુમસૂમ બેઠેલી નાની બાળકીને ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર અર્થે લઇ જવાઇ હતી. બનાવ અંગે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ  નોંધાઇ  હતી,   જેમાં આરોપીની ધરપકડ  કરી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેના વિરુદ્ધ કોર્ટમાં  ચાર્જશીટ રજૂ...

વરસામેડીમાં મહિલા પાસેથી પર્સ ઝૂંટવી બે ઇસમ ફરાર

copy image વરસામેડીમાં રાજવી રેસિડેન્સી અને નીલકંઠ રેસિડેન્સી વચ્ચે રોડ પર આગળ જઇ રહેલા મહિલા પાસેથી પર્સ ઝૂંટવી  બે શખ્સ ફરાર થઇ ગયા હતા. રૂા. 22,000ની મતાની ચીલઝડપ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.  વરસામેડી શાંતિધામ  ભક્તિનગર વિસ્તારમાં રહેનારા ફરિયાદી કુલદીપસિંહ ભવરસિંહ જ્હોન (રાજપૂત) તથા તેમના ભાભી આરતીબેન બાઇક ઉપર સવાર થઇ ગાંધીધામની શ્રીહરિ હોસ્પિટલ જઇ રહ્યાં હતાં. તા. 1-7ના આઠેક વાગ્યાના અરસામાં  તેમનું બાઇક રાજવી  અને નીલકંઠ રેસિડેન્સી વચ્ચે પહોંચ્યું હતું, ત્યારે પાછળથી એક બાઇક ઉપર બે શખ્સ આવ્યા હતા, તેમણે નજર ચૂકવીને મહિલા પાસેનું પર્સ ઝૂંટવી ગાંધીધામ બાજુ નાસી ગયા હતા. આ પર્સમાં રૂા. 18000ના ત્રણ મોબાઇલ તથા  એ.ટી.એમ., ક્રેડીટ  કાર્ડ અને રોકડ રૂા. 4000 એક કુલ રૂા. 22,000ની મતા હતી, જે આ શખ્સો લઇને ફરાર થઇ ગયા હતા.  પોલીસે બનાવ  અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.