Crime

લાકડીયા ઓનલાઈન ઠગાઈ કેસનો આરોપી બોટાદથી ઝડપાયો

copy image લાકડીયા પોલીસ મથકમાં નોંધાયેલ ઓનલાઈન છેતરપીંડીના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ફેસબુક મારફત રૂપીયાનું રોકાણ કરીને  વધુ નફો મેળવવાની  લાલચ આપી  આરોપીઓએ  ફરીયાદી  સાથે  4.59 લાખની છેતરપીંડી કરી હતી. આરોપીઓએ જુદી જુદી યુપીઆઈ આઈ.ડીથી પૈસા મેળવી લીધા હતાં. આ મામલે એક બેન્ક એકાઉન્ટ ધારક બોટાદના ગઢડાનો રહેવાસી હોવાની બાતમી મળી હતી. પોલીસે આરોપી અનિલ જીવરામજ મેવાસીયાની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આદિપુરમાં જુગાર પ્રકરણમાં પોલીસને ખોટી માહિતી આપનાર સામે ફરિયાદ

copy image આદિપુરમાં જુગાર પ્રકરણમાં પકડાયેલા મહિલા આરોપી દ્વારા પોલીસને ખોટી માહિતી આપવા બદલ વિધિવત રીતે ફરિયાદ  નોંધાઈ હતી. આદિપુર પોલીસે ગત તા. 14/12/2023ના આદિપુર વોર્ડ નં. 2/બીના મકાન નં.394માં જુગારનો  અડ્ડો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો અને નવ મહિલા આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપી જયવંતી અશોક ચાવલા (રહે. એસ.સી.એક્સ-35)એ પોતાનું નામ અને અટક છુપાવીને પોલીસ સમક્ષ પોતાનું નામ યશવંતીબેન અશોકભાઈ ચંદનાણી લખાવ્યું હતું. પોલીસ સમક્ષ ખોટું લખાવ્યાની જાણ થતાંની સાથે પોલીસે આ મહિલા આરોપીનું આધાર કાર્ડ મગાવી તપાસ હાથ ધરી હતી. જેના ઉપરથી તહોમતદારે પોલીસને ખોટી માહિતી આપી હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .

મથડામાં ગળું દબાવી પત્નીની  હત્યા કરનાર પતિને પાંચ વર્ષની કેદ

copy image અંજાર તાલુકાના મથડામાં ગળું દબાવી અને માથું પછાડી ઈજા પહોંચી પત્નીનું ખૂન કરનારા પતિને અંજારની  કોર્ટ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ કેસની વિગત મુજબ  ફરિયાદી જુમાભાઈ  ઈલિયાસ આગરિયાની પુત્રી સલમાના લગ્ન  મથડાના આરોપી અસગર જુસબ આગરિયા સાથે થયાં હતાં. ગત તા. 19/4/2021 ના ફરિયાદીની દીકરીના સસરાએ ફોન પર જાણ કરી હતી કે, તમારી પુત્રી અહીંથી ભચાઉ ભાગી ગઈ છે. પરિવારજનોને ભારે શોધખોળ બાદ પણ પુત્રીની ભાળ મળી ન હતી. દરમ્યાન દીકરીના ઘરમાં  લોહીનાં નિશાન જોવા આરોપી જમાઈની મૃતકના પરિવારજનોએ દબાણપૂર્વક પૂછપરછ કરી હતી. દરમ્યાન આરોપી અસગર જુસબભાઈ આગરિયા (રહે. મથડા)એ ગત તા. 19/4/2021ના વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પત્ની સલમાને ગળું દબાવી માથું પછાડીને મારી  નાખી  તેના મૃતદેહને કોથળામાં ભરીને સીમમાં બાવળની ઝાડીમાં નાખી દીધો હોવાનું જણાવ્યું હતું. આ અંગે અંજાર પોલીસ મથકે વિધિવત રીતે ગુનો નોંધાયો હતો. આ કેસ અંજાર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ કમલેશ શુક્લ સમક્ષ ચાલી ગયો હતો. 16 સાક્ષીની તપાસ અને 33 જેટલા દસ્તાવેજી પુરાવા તથા બંને પક્ષની દલીલોના આધારે અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા પાંચ હજારનો દંડ કર્યો હતો. જો દંડની   રકમ ન ભરે વધુ 30  દિવસની સાદી કેદની સજા કરવા આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ આશિષકુમાર પંડયાએ દલીલો કરી હતી.

આદિપુરમાં 32 હજારના  દારૂ સાથે એક ઝડપાયો

copy image આદિપુરમાં પોલીસે રૂા. 32,190ના દારૂ સાથે એક શખ્સની અટક કરી હતી. આદિપુરના સિંધુવર્ષા ચાર  રસ્તા પાસે નંબરપ્લેટ વિનાના એક્સેસ દ્વિ-ચક્રીય વાહનને રોકાવીને  તપાસ હાથ ધરી હતી.  દરમ્યાન  તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલ નં. 37 કિં. રૂા. 31,290 તથા ક્વાર્ટરિયા નંગ. 9 કિં. રૂા. 900નો મુદ્દામાલ મળ્યો મળી આવ્યો હતો. 45 હજારની કિંમતનાં વાહન સાથે આરોપી  વિનોદ ઉર્ફે બાદશાહ  હિરજી મહેશ્વરીની પોલીસે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં સામેલ આરોપી હરેશ ઘનશ્યામભાઈ પીમનાણીને  પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે.

મિરજાપરમાં વ્યાજખોર મહિલાએ વ્યાજ અને દાગીના પચાવી પાડ્યા

copy image પશ્ચિમ કચ્છ પોલીસે ગેરકાયદેસર વ્યાજખોરોના   વિષચક્રમાંથી લોકોને મુક્તિ અપાવવા તાલીમ ભવન ખાતે યોજેલા લોકસંવાદ બાદ  તેની અસર હેઠળ...

આડેસર નજીક કાર અડફેટે પતિ, પત્ની, પુત્રી ઘાયલ

રાપર તાલુકાના આડેસર પાસે પૂરપાટ જતી કારની ટક્કર લાગતાં બાઇક પર જઇ રહેલા પતિ, પત્ની અને તેમની દીકરી ઈજાગ્રસ્ત થયા...

જશોદાધામના વાડામાંથી શંકાસ્પદ પામ તેલના જથ્થા સાથે  એકની અટક

copy image ભચાઉ તાલુકાના જશોદાધામમાં આવેલા વાડામાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.59,500 ની કિંમતના શંકાસ્પદ પામ તેલ સાથે એકની...

મોટા વાલ્કા-ઘડાણી સીમમાં બે પવનચક્કી પરથી 56 હજારના કેબલની  ચોરી

copy image નખત્રાણાના મોટા વાલ્કા અને ઘડાણી સીમમાં આવેલ આઈનોક્ષ કંપનીની બે પવનચક્કી પરથી તસ્કરો 56 હજારનો કેબલ ચોરી જતા...

મોટા રેહા સીમમાં માલધારીને લુંટનાર ઈસમ ઝડપાયો

copy image મોટા રેહા ગામની સીમમાં માલધારીને બાઈક પરથી ધક્કો મારી રોકડ રૂપિયા પડાવી જનાર દેશલપર(કંઠી)ના શખ્સને પદ્ધર પોલીસે કનૈયાબે...

લાઈસન્સ માટે લાંચ લેવાના કેસમાં પુરવઠા શાખાના મામલતદારને ચાર વર્ષની કેદ

copy image કેમિકલ કંપની અંગેનું લાયસન્સ આપવાના બદલામાં રૂા. 1.25 લાખની લાંચ માગવાના કેસમાં તત્કાલીન મામલતદાર જગદીશચંદ્ર દામજી ઠક્કરને તકસીરવાન...