Kutch

કુનરિયાના વાડી વિસ્તારમાં ભૂંગાંમાંથી 87 હજારના મુદ્દામાલની ચોરી

copy image કુનરિયાની સીમના વાડી વિસ્તારના બે ભૂંગાંને તસ્કરોએ નિશાન બનાવી દાગીનાના માલ-સામાન ભરેલી બે પેટી તફડાવી દાગીના-રોકડ કાઢીને દૂર ફેંકી દેતાં દાગીના, રોકડ અને મોબાઇલ સહિત રૂ. 87,100ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે માધાપર પોલીસ મથકે કુનરિયા ગામના વાડી વિસ્તારમાં એક શખ્સ  ની વાડીમાં ભૂંગાંમાં રહેતા શખ્સે   નોંધાવેલી ફરિયાદ અનુસાર  તા. 25/4ના રાતે 11 વાગ્યે સૂઇ ગયા બાદ તેના સાળાએ તેનો પોતાનો મોબાઇલ ચાર્જિંગમાં મૂક્યો હતો જે બે વાગ્યે લેવા જતાં જોવા મળ્યો ન હતો. આથી ફરિયાદીને ઉઠાડતાં આ મોબાઇલ ઉપરાંત ભૂંગાંમાં રાખેલી સામાનની પેટી પણ ગૂમ હતી. બાજુમાં જ ફરિયાદીના સાળાનું ભૂંગું હતું . તે ભૂંગાંમાં પણ જઇને જોયું તો સામાન ભરવાની પેટી ન હતી. આજુબાજુ વાડીમાં તપાસ કરતાં થોડેક દૂર તાળાં તૂટેલી અને સામાન વેરવિખેર સાથે પેટી પડી હતી. ફરિયાદીની પેટીમાંથી સોનાની બે બુટ્ટી કિં. રૂા. 21000, ચાંદીના પટ્ટા કિં. રૂા. 22000, ચાંદીની પોંચી કિં. રૂા. 5000, ચાંદીનો લૂસ રૂા. 5000, ચાંદીનું મંગળસૂત્ર કિં. રૂા. 4000, રોકડા રૂા. 6000 તેમજ સાળાના ભૂંગાંની પેટીમાંથી સોનાની વીંટી રૂા. 6000, ચાંદીની વીંટી કિં. રૂા. 500, ચાંદીનું ચગદું કિં. રૂા....

તુણાના વાડીવિસ્તારમાં વીજમોટર થકી વીજશોક લાગતાં વૃદ્ધનું મોત

copy image અંજાર તાલુકાના તુણા ગામના વાડીવિસ્તારમાં વીજ મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં વૃદ્ધ  નું મોત થયું હતું, તુણા ગામના વાડીવિસ્તારમાં વાડી ધરાવનારા  વૃદ્ધ સવારના આરસામાં  પોતાની વાડીએ હતા.  વૃદ્ધ  પાણી માટે વીજ મોટર ચાલુ કરવા ચાંપ દબાવવા જતાં તેમને વીજશોક લાગ્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા  વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા  ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી . 

ભચાઉમાં અકસ્માતના જુદા-જુદા બનાવમાં બે યુવાનોના મોત

copy image  ભચાઉ માર્ગ પર  અકસ્માતના જુદા-જુદા બનાવમાં જૂની મોટી ચીરઈ રેલવે બ્રિજ પર ટ્રેઈલરની ટક્કરે યુવાન નું મોત થયું હતું. જ્યારે વાંઢિયાથી લખાપર જતા રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતાં શખ્સને કાળ ભરખી  ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી  મુજબ તા. 22/5ના બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. જૂનાવાડા ખાતે રહેતા એક શખ્સનો   પુત્ર ભઠ્ઠામાં મજૂરીકામ કરતો હતો. ઓવરબ્રિજ પાસે ટ્રેક્ટરમાં પંચર થતાં પાછળ ઊભા હતા.  તે દરમિયાન  ટ્રેઈલરના ચાલકે યુવાનને હડફેટે લેતાં ગંભીર ઈજાથી યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માતની અન્ય ઘટના વાંઢિયા ખાતે એક...

વેકરાની બે વાડીમાંથી બોરના વાયરની તસ્કરી

copy image માંડવી તાલુકાના વેકરાની બે વાડીમાંથી પાણીના બોરના વાયર કિં. રૂા. 12 હજારની તસ્કરી  થતાં ફરિયાદ નોંધાવાઇ હતી ગઢશીશા પોલીસ મથકે રામપર (વેકરા)માં  રહેતા ખેડૂતએ નોંધાવેલી ફરિયાદ અનુસાર  વેકરાની સીમમાં સ્વામિનારાયણ મંદિરની જમીનમાં  ફરિયાદી 10 વર્ષથી વાવેતર કરે છે. રાત  થી  સવાર સુધી આ વાડીમાંથી પાણીના બોરના 40 મીટર વાયર કિં. રૂા. 8000 અને બાજુની વાડીના માલિકની વાડીમાંથી બોરનો 20 મીટર વાયર કિં. રૂા. 4000 એમ કુલે રૂા. 12,000ના વાયરની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઈ ગયો છે  . પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી...

ભારાસરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કાર્યો

copy image ભારસર ગામે  પરિણીતા  એ ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કર્યું હતું.  . આ અંગે માનકૂવા પોલીસ મથકે  પરિણીતાના પતિએ નોધાવેલ ફરિયાદ  મુજબ  સવારના આરસમાં તેઓ પોતાના ઘરે સૂતા હતા ત્યારે દીકરાએ માતા અંગે પૂછતાં ફરિયાદી ઊઠીને ઘરની બહાર  ગોદામમાં તપાસ કરતાં તેમના પત્ની  પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતા મળ્યા હતા. રાતે  બાર વાગ્યાથી સવારના આઠ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે પરણીતાએ  કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું  માનકૂવા પોલીસને...

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સોની  ધરપકડ 

copy image ગાંધીધામના  જૂની સુંદરપુરીમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર ખેલીઓ ને  પોલીસે ઝડપી પડ્યા  રોકડ રૂા. 15,300 હસ્તગત કર્યા હતા.  ગાંધીધામના જૂની સુંદરપુરીમાં ખેતરપાળ ફળિયામાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો તેવામાં અચાનક  પોલીસ ત્રાટકી  હતી અને અહીં બેઠેલા  શખ્સોને ઝડપી પડ્યા હતા. પત્તા ટીંચતા અને પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 15,300 તથા એક મોબાઇલ હસ્તગત  કરવામાં આવ્યો હતો. 

દારૂની મહેફિલ જમાવી દારૂ પિતા પાંચ ઈસમોને પકડી પાડતી મુન્દ્રા પોલીસ

copy image મુન્દ્રાની મોમાઈ કૃપા સોસાટીનાં  મકાનમાં  શરાબની મહેફિલ માણતા પાંચ શખ્સોને પોલીસે પકડી  કાયદેસરની કાર્યવાહી કરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  પોલીસ  કર્મચારીઓ  પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ  કર્મચારીને સંયુકત ખાનગી બાતમી મળી હતી કે, મોમાઈ કૃપા સોસાયટી મકાન નંબર 16માં અમુક શખ્સો શરાબની મહેફિલ માણે છે. આ બાતમીના આધારે દરોડો પાડી મકાનમાં રહેતા શખ્સોને શરાબની મહેફિલ માણતા 10 બિયરના ખાલી ટીન અને બે અડધા ભરેલા તથા નમકીન્સ અને પાંચ મોબાઈલ  કિં. રૂા. 60,000ના મુદ્દામાલ સાથે મુન્દ્રા પોલીસે પકડી  કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મેઘપરમાં ચોરાઉ ભંગાર સાથે એક ઈસમ ઝડપાયો

copy image અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાંથી પોલીસે એક શખ્સને ચોરાઉ અથવા છળકપટથી મેળવાયેલા ભંગારના  સાથે પકડી પાડયો હતો. અંજારની સ્થાનિક પોલીસ  મેઘપર બોરીચી બાજુ પેટ્રોલિંગમાં હતી,તે  દરમ્યાન આનંદ નમકીન લખેલો ટેમ્પો નંબર શંકાસ્પદ  જણાતાં તેને પોલીસે રોકાવ્યો હતો. ટેમ્પોની તપાસ  કરતાં  તેમાંથી એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. આ ભંગાર અંગે વાહનચાલક  પાસેથી આધાર-પુરાવા માગતા તે આપી શક્યો ન હતો,  તેની પાસેથી રૂા. 1,53,750નો ભંગાર હસ્તગત  કરવામાં આવ્યો હતો. તેણે આ માલ ક્યાંથી મેળવ્યો તેમજ કોને આપવા જવાનો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે સહિતની આગળની કાર્યવાહી પોલીસે  હાથ ધરી હતી .

ભુજમાં યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું

copy image ભુજના જીઆઈડીસીમાં આશાપુરા ઓઈલ મિલમાં કામ કરતા અને પાસે રહેતા  યુવાનએ ગળેફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું હતું. મૂળ ભચાઉ તાલુકાના મનફરાના હાલે ભુજના જીઆઈડીસી આશાપુરા ઓઈલ મિલમાં રહેતો 24 વર્ષીય યુવાન  આશાપુરા ઓઈલ મિલમાં મજૂરી કામ કરતો હતો. તા.26/5ના રાતના એકથી સવારના છ વાગ્યા વચ્ચે યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમના લોખંડના એગલમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લેતાં તેમના પિતા   તેમને સારવાર  અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની  કાર્યવાહી  હાથ ધરી હતી

વાગડ પંથકમાં વધુ બે શખ્સો દેશી બંદૂક સાથે ઝડપાયા

copy image  ભચાઉ-રાપરમાં પોલીસે બે શખ્સોને બે દેશી બંદૂક સાથે  પકડી પડ્યા. ભચાઉના જૂની બંધડી  વાડીવિસ્તાર તથા રાપરના ધાડધ્રોમાં પોલીસે તપાસ હાથ ધરી  હતી. તે દરમિયાન નેરના મેવાડાનગરમાં રહેનાર શખ્સ  એ જૂની બંધડી ગામે એક શખ્સની વાડી ભાગમાં રાખી ખેતીકામ કરે છે અને આ વાડીમાં બાવળોની ઝાડીમાં દેશી  દારૂનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. દેશી દારૂ શોધવા ગયેલી  પોલીસે વાડીમાં ઓરડી પાસેથી આ શખ્સ ની ધરપકડ કરી હતી. તેને સાથે રાખી બાવળની ઝાડીમાં દારૂની શોધખોળ વચ્ચે અહીંથી દેશી ...