રતનાલ ગામની ગૌશાળા ના ચારા ના ગોડાઉન માં વહેલી સવારે ભયંકર લાગી આગ
રતનાલ ગામની ગૌશાળા ના ચારા ના ગોડાઉન માં વહેલી સવારે 4 વાગ્યા ની આસપાસ માં ભયંકર આગ લાગતા લાખો રૂપિયા...
રતનાલ ગામની ગૌશાળા ના ચારા ના ગોડાઉન માં વહેલી સવારે 4 વાગ્યા ની આસપાસ માં ભયંકર આગ લાગતા લાખો રૂપિયા...
આગામી સમયમાં આવનાર 31 ડિસેમ્બરને લઈ હાલ આબુમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. નાતાલની રજાઓને લઈ આબુ પરની...
રાજસ્થાન રોડ અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. બનાસકાંઠા પાસે ગાડી પલટી મારી જતા આ ઘટના સર્જાઈ હતી. આ બનાવને...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હથિયારો વડે ખુલ્લેઆમ મારામારીનો બનાવ બન્યો હતો. પાંચ શખ્સોએ સાથે મળી 27 વર્ષીય યુવાન...
બોલીવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે સાસણ ગીરના પ્રવાસે આવ્યા છે. આજે સવારે તેઓ પોરબંદર એરપોર્ટ પર આવી...
કચ્છ શાખા નહેરમાંથી નીકળતી વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલની નેશનલ હાઇવે સુધીની કામગીરી પુર્ણ થતા હજારો એકર જમીનમાં છેલ્લા ત્રણેક વર્ષ...
અંજારમાં થોડા કેટલાક સમયથી ખાખીની ધાક ઓસરી હોય તેમ ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીઓના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં...
દીન દયાળ પોર્ટ 20 વર્ષ જુની થયેલી જુદી જુદી મશિનરી દૂર કરવાની કવાયતમાં લાગી ગયું છે. આજે જેટી નંબર 4...
ભારતીય કોસ્ટ ગાર્ડે શનિવારે કચ્છના જખૌ નજીક દરિયાકાંઠેથી ચરસના ત્રણ પેકેટ પકડી પાડ્યા છે . પકડાયેલા ચરસની કિંમત રૂ . ૪ લાખ હોવાનું કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું . ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને પેટ્રોલીંગ દરમ્યાન જખૌ નજીકના શેખરણપીર ટાપુમાંથી ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા હતા . જખૌના દરિયા કિનારેથી તેમજ આસપાસના ટાપુઓમાંથી પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓને અવારનવાર ચરસના પેકેટ મળી આવે છે . અગાઉ દરિયામાં પધરાવી દેવાયેલા ચરસના પેકેટ વખતો વખત કચ્છની દરિયાઈ સીમાએથી મળી રહ્યા છે , ત્યારે જખૌ કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન શેખરણપીર ટાપુ પરથી ચરસના ત્રણ પેકેટ મળી આવ્યા છે . અંદાજે ત્રણ કિલો ગ્રામ ચરસનો જથ્થો કોસ્ટગાર્ડની ટીમે હસ્તગત કર્યો હતો . બજાર કિંમત મુજબ ઝડપાયેલા ચરસના ત્રણ પેકેટ અંદાજે ચાર લાખ રૂ પિયાના થાય છે . આ અંગે ડીફેન્સ વિભાગના પીઆરઓ સાથે વાત કરતા તેમણે જખૌ નજીકના ટાપુ પરથી ચરસના ત્રણ પેકેટ મળ્યા હોવાની ઘટનાને સમર્થન આપ્યું હતું . વધુમાં ઉમેર્યું હતું કે , વર્ષ ર૦ર૦ દરમ્યાન અંદાજે ત્રણ કરોડની કિંમતના ર૦ર પેકેટ કબજે કરવામાં આવ્યા છે . આ પૂર્વે ગુજરાતની દરિયાઈ સીમામાંથી ચરસની ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો , જેમાં ઈરાનીઓ ચરસનો જથ્થો લઈને બોટ મારફતે દરિયામાં આવતા હતા ત્યારે પાકિસ્તાની મરીન સિકયોરિટીએ ઈરાનીઓને ઝડપી પાડયા હતા . જે તે વખતે ઈરાની શખ્સોએ બોટમાં રહેલો ચરસનો જથ્થો દરિયામાં પધરાવી દીધો હતો . આ ઉપરાંત પણ દરિયામાં આવી અનેક ઘટનાઓ ઘટી ચુકી છે , જેમાં ડ્રગ્સના સપ્યાલરો સુરક્ષા એજન્સીઓની નજરે ચડી જતા પોતાની પાસે રહેલો મુદ્દામાલ દરિયામાં પધરાવી દેતા હોય છે , ત્યારે આ રીતે દરિયામાં ફેંકી દીધેલા ચરસ સહિતના નશીલા પદાર્થના પેકેટ અવારનવાર કચ્છની દરિયાઈ સીમા કે ક્રીક વિસ્તાર કે પછી નિર્જન ટાપુ પરથી મળી આવવાની ઘટના ઘટે છે . જખૌના ટાપુ નજીક કોસ્ટ ગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટના પેટ્રોલિંગ દરમિયાન ત્રણ પેકેટ ચરસ મળ્યું હતું . ત્રણ ચરસના પેકેટ મળ્યા હતા જેનું અંદાજીત વજન ૩ કિલો જેટલું છે . કોસ્ટ ગાર્ડના નિવેદન મુજબ જખૌ સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે . ઈન્ટરસેપ્ટર બોટ અને ક્રાફ્ટ દ્વારા ક્રીક વિસ્તારમાં કડક તપાસ શરૂ કરવામાં આવી છે . ચાલુ વર્ષે બોર્ડર સિક્યોરિટી ફોર્સ , કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસની તપાસમાં કચ્છ સરહદેથી ચરસના કુલ ૧ , ૦૦૦ પેકેટો જપ્ત કરાયા છે .
૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે પ્યાસીઓને દારૂ પુરો પાડવા બુટલેગરો ખેપ મારી રહયા છે. ત્યારે પોલીસ તેમના ઇરાદાઓને નિષ્ક્રિય કરી રહી...