એ.સી.બી.ની સફળ ડીકોય
copy image આ કામે એ.સી.બી. ગાંધીઘામને માહિતી મળેલ કે, કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટરલીંગ હોસ્પિટલમાં ‘‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન...
copy image આ કામે એ.સી.બી. ગાંધીઘામને માહિતી મળેલ કે, કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટરલીંગ હોસ્પિટલમાં ‘‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન...
ભચાઉ તાલુકાના એક ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બાદમાં એક શખ્સે તેના ઉપર બળાત્કાર આચર્યો હતો. વાગડના ભચાઉ તાલુકાના એક ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. સીમમાં રહેતી એક બાળકી પાસે બે શખ્સો આવ્યા હતા અને આ શખ્સોએ બાળકીને લલચાવી - ફોસલાવીને બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં એક ઇસમે લગ્નની લાલચ આપી ભોગ બનનાર બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. લાકડિયા પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.
અંજાર નજીક કંપનીના મેનેજરની કારમાં તોડફોડ કરી શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંજાર નજીક સતાપર રોડ માધવ વિલા સોસાયટીમાં બન્યો હતો. મનાક્ષિયા કોટેડમેટલ-ચાંદ્રાણી કંપનીના સહાયક જનરલ મેનેજર એવા ફરિયાદી આ સોસાયટીમાં કંપનીની ઓફિસ પાસે કાર પાર્ક કરવા ગયા હતા ત્યારે આરોપી ત્યાં આવી તમારી કંપનીએ નોકરીમાંથી છૂટો કર્યો છે, ઉપરથી અહીં ગાડી કેમ રાખે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ફરિયાદી જતા રહેતાં રાત્રિના ભાગે આ શખ્સે કારના કાચ તોડી નાખ્યા હતા જે અંગે ફરિયાદીને જાણ થતાં તે ત્યાં જતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
રાપર તાલુકાના ધબડામાં ખેતર બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધ ઉપર હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી આદિપુરમાં રહેનાર ફરિયાદી પોતાના વતન રાપરના ધબડા ગામે ગયા હતા જ્યાં પોતાનાં ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા, પરંતુ કંઇ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને બાદમાં લાકડી, છરી, ધારિયું લઇને આવ્યા હતા અને ખેતર બાબતે બોલાચાલી કરી આ વૃદ્ધ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી
નવી દુધઈમાં રખડતા પશુઓની રોજિંદી સમસ્યાથી ગ્રામજનો હેરાન થયા છે. તાજેતરમાં આખલાયુદ્ધમાં યુવાનને ઈજા પહોંચી હતી. આખલા યુદ્ધમાં હડફેટે ચડેલા યુવાનને ઈજા પહોંચી હતી, તેમને દુધઈના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શારીરિક રીતે અશક્ત આ યુવાનને મણકાના ભાગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીરની ઈજાઓ પહોંચી હોવાની જાણકારી મળેલી આમ અગાઉ આ જ પ્રકારે હડફેટે આવેલા તલાટીને પણ ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. બાદમાં તેઓ ઊભા જ થઈ શક્યા ન હતા અને મૃત્યુ પામ્યા હતા. રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી નોંધનીય છે કે, થોડા સમય અગાઉ રાપરમાં નંદીઓના કારણે એક જણનું મૃત્યુ થયું હતું. આ પ્રકારના બનાવોમાં અનેક માનવ જિંદગી હોમાઈ ચૂકી છે. તેમજ વહીવટીતંત્ર દ્વારા આ સમસ્યા નિવારવા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
copy image કોટડા ગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરતા ગામના જ શખ્સ ને પદ્ધર પોલીસે ધરપકડ કરી તેની પાસેથી માદક પ્રવાહીનો જથ્થો કુલ રૂા. 11,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હાજર ન મળેલા રાજકોટના યુવાનની શોધ આદરી હતી. પોલીસે દ્વારા માલ;ટી માહિતી અનુસાર , પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં કોટડાનો આરોપી હેત એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નશાયુક્ત પ્રવાહી બનાવી વેચાણ કરતો હતો. પોલીસે છાપો મારી તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા આપી શક્યો નહોતો. ગેરકાયદેસર નશાયુક્ત પ્રવાહી બનાવી તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરતી પ્રવૃત્તિ કરતા આ શખ્સની ધરપકડ કરી તેના કબજામાં રહેલા પ્રવાહી ભરવાની 123 નંગ બોટલ કિ. રૂા. 6150, સેનેટાઈઝર તરીકે વપરાયેલા પ્રવાહીનો 500 એમએલનો જથ્થો, સાધન-સામગ્રી તથા મોબાઈલ ફોન કિ. રૂા. 5000 મળી કુલ 11,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાજર ન મળેલા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા...
https://www.youtube.com/watch?v=EEOiieg7qQA
https://www.youtube.com/watch?v=iDe5XbOoE4M
https://www.youtube.com/watch?v=VvfOv6QMhv4
https://www.youtube.com/watch?v=FsDQoc2fdKY