Month: June 2024

ગોલ્ડલોનના નામે ફાઈનાન્સ કંપની સાથે રૂા. 33 લાખની છેતરપિંડી

copy image માધાપરમાં રહેતી અને ભુજની એક્સિસ બેંકમાં નોકરી કરતી મહિલાએ ગિરવે મૂકેલા સોનાના દાગીના છોડાવી અન્ય બેન્કમાં ગિરવે મૂકવાના...

ખાવડામાં ફલોરિંગ મશીનમાં માથું ભટકાતાં યુવાનનું મોત

copy image ખાવડામાં ખાનગી કંપનીમાં ફલોરિંગ મશીનના હેલ્પર તરીકે કામ કરતા મધ્યપ્રદેશના યુવાનને કામ કરતી વખતે  તેનું માથું મશીન સાથે...

ખારીરોહરમાં વીજલોડ વિભાજનની કામગીરી કરવા ગયેલી વીજતંત્રની ટીમ ઉપર હુમલો 

copy image ગાંધીધામ તાલુકાના ખારીરોહર ગામમાં વીજલોડ વિભાજનનું કામ કરવા ગયેલી  વીજતંત્રની ટીમના બે લોકો ઉપર ચાર શખ્સોએ  હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસ મથકે  ફરિયાદ  નોંધાઇ હતી. આદિપુર રામબાગ સબ ડિવિઝન પી.જી.વી.સી.એલ.ની ટીમ  સવારના આરસામાં  ખારીરોહર  ગામે વીજલોડ વિભાજનની કામગીરી કરવા માટે ગઇ હતી, જેમાં  ફરિયાદી  ડેપ્યુટી ઇજનેર   તથા જુનિયર ઇજનેર  કુંભારવાસમાં હતા, જ્યારે બે શખ્સ  અને ડ્રાઇવર મહાદેવ મંદિર ફળિયામાં વીજલોડ વિભાજન તથા મેન્ટેનન્સ  (રખરખાવ)ની  કામગીરી કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરએ ફરિયાદીને ફોન કરી એક શખ્સનાં...

આદિપુરમાં મકાનમાંથી એક લાખના શરાબના જથ્થા સાથે  શખ્સ ઝડપાયો

copy image આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે રૂા. 1,02,980ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને  પકડી પડ્યો હતો ,પરંતુ આ જથ્થો  ક્યાંથી  આવ્યો હતો  તે બહાર આવ્યું ન હોતું . આદિપુરમાં વોર્ડ 6-એ વિસ્તારમાં મેઘપર બોરીચી બાગેશ્રી સોસાયટીના શખ્સે એક મકાનમાં દારૂ સંતાડયો હોવાની પૂર્વ  બાતમીના આધારે પોલીસે 6-એના પ્લોટ નં. 69માં કાર્યવાહી કરી હતી. આ મકાનનો  દરવાજો અડધો  ખુલ્લો હતો ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને...

કનૈયાબે પાસે ટ્રકના  હડફેટે આવતા આધેડનું મોત

copy image ભુજ તાલુકાના કનૈયાબે ગામ નજીક માર્ગ ઓળંગતી વખતે  પૂરપાટ જતી ટ્રક હડફેટે  શખ્સ નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. સૂત્રો દ્વારા મળતી  માહિતી મુજબ, ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર દુધઈ  તરફથી આવતા   ટ્રક  ચાલકે પૂરપાટ વાહન ચલાવી કનૈયાબે  ગામના  બસ સ્ટેશન  પાસેથી માર્ગ  ઓળંગતા શખ્સને ટક્કર મારી હતી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત  થયા હતા.  તેમને  108 ...

વરસામેડી સીમમાં ખનિજનું ઉત્ખનન કરતાં શખ્સોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર પથ્થરો વડે  હુમલો : ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાઈ

copy image અજારનાં વરસામેડી, વીડી તથા  ગાંધીધામના મીઠી રોહર, શિણાય વગેરે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખનિજોનું ઉત્ખનન થઇ  રહ્યું હોવાની ફરિયાદો ઊઠી હતી .તેવામાં ગત તા. 6-5ના અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં ગેરકાયદેસર  રીતે માટીનું ઉત્ખનન  કરતા  તત્ત્વોને રોકવા જતાં ખાણ ખનિજ વિભાગની ટીમ ઊપર છુટ્ટા  પથ્થરો વડે હુમલો કરી  કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં  ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ  મથકે ફરિયાદ નોંધાઇ હતી. ખાણ ખનિજ વિભાગની મદદનીશ નિયામક ફલાઇંગ  સ્કવોડની ટીમ   રાતના  આરસામાં  તપાસમાં  નીકળી હતી. આ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી ...

ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સો ઝડપાયા

copy image ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા ચાર  શખ્સને પકડી પાડી પોલીસે રોકડ રૂા. 5540 હસ્તગત  કર્યા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારના  ગરબી ચોકમાં  રાતના આરસામા  પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચવામાં આવી  રહ્યા હતા.તે  દરમ્યાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને શખ્સોને ઝડપી પાડયા હતા. જાહેરમાં જુગાર  રમતા અને  પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો  પાસેથી રોકડ રૂા. 5540 હસ્તગત કરવામાં આવ્યા હતા.