ચોટીલામાં દારૂનાં ગુનામાં ફરાર સપ્લાયર ઝડપાયો


ચોટીલા પોલીસ સ્ટેશનમાં 2019માં એક ફોરવ્હીલ કારમાં ઝડપાયેલ વિદેશી દારૂનાં ગુનામાં દમણ ખાતે થી જથ્થો ભરી આપનાર સપ્લાયર 3 વર્ષ થી નાસતો ફરતો હતો. જેને પોલીસે દમણથી પકડી ધરપકડ કરવામાં આવી. ચોટીલા વિસ્તારમાં 2019માં એક કારમાં 54 હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો.
જેમાં પોલીસે કાર મળી 2.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ અને પકડાયેલ ઇસમ કેન્દ્ર શાસિત દમણના રીંગણવાડા, મોરા ફળીયાના રહીશ જીકેશભાઇ ઉર્ફે કાકા વિઠ્ઠલભાઇ કામલીએ ભરી આપેલ હોવાનું ખુલ્લાસો થયો. આથી સપ્લાયર તરીકે તેના વિરૂદ્ધ પણ ગુનો દાખલ થયો જે પોલીસ પકડની બહાર.
આ ફરાર ઇસમને પકડવાની કાર્યવાહી હાથ ધરાયેલ ઝૂંબેશમાં પી.એસ.આઈ એમ. કે. ગોસાઇ તેમજ જયંતિભાઇ બાવળીયા અને નરેશભાઇ મકવાણાએ દમણ ખાતે હકિકત મેળવી ઇસમોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. આ પકડાયેલ ઇસમ વિરૂધ્ધ વાપી, વલસાડ, સુરત ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનાઓ નોંધાયેલા છે.