નવસારી : બીલીમોરાની લાકડાની મિલમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી

નવસારી જિલ્લામાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તે વચ્ચે આજે બીલીમોરાની GIDCમાં આવેલી લાકડાની મિલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. એક બાજુ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી બાજુ લાકડાની મિલમાં ભીષણ આગ લાગી. જેને લઈ 3 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. બીલીમોરા, ગણદેવી અને 1 નવસારીના ફાયર બ્રિગેડએ તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો જેથી મોટી દુર્ઘટના ટળી. તેમજ ઘટનામાં જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો.