વિધાનસભાના અધ્યક્ષા શ્રી ડોક્ટર નિમાબેન આચાર્ય આજે કચ્છમાં


ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા શ્રી ડોક્ટર નિમાબેન આચાર્ય તારીખ 2/ 9 /2022 ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તારીખ 2 /9 ના સવારે 11:00 કલાકે ભુજ હાટ, રિલાયન્સ મોલની પાછળ,ભુજ-મુન્દ્રા હાઇવે, ભુજ મધ્યે રાજ્યકક્ષાના હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનના ઉદઘાટનમાં અધ્યક્ષસ્થાને હાજરી આપશે. સાંજે 17 કલાકે નારણપર તાલુકો ભુજ મધ્યે ગણેશ મહોત્સવ પ્રસંગે હાજરી આપશે. સાંજે 18 કલાકે સુખપર તાલુકો ભુજ મધ્યે ગણેશ મહોત્સવ પ્રસંગે હાજરી આપશે.