કચ્છ જિલ્લામાં 30મી સપ્ટેમ્બર- 2022 સુધી હથિયારબંધી

હાલમાં સપ્ટેમ્બર-2022માં કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો /મેળાઓ તથા ઉત્સવોની ઉજવણીને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિતેશ પંડ્યાએ તેમને મળેલ અધિકારની રૂએ તારીખ 2 /9 /2022 થી તારીખ 30 /9 /2022 સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે

આ જાહેરનામા અન્વયે હથિયાર લઈ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઈ વ્યક્તિ જાહેરનામાનો  કોઈપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 135(1) મુજબ દંડની સજા થશે.