ભુજની જી.કે. જનરલ સરકારી હોસ્પિટલમાં પ્રસુતાઓની સારવાર માટેની યોજના બંધ કરાયાની ફરિયાદ


જિલ્લા મથક ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત GK જનરલ સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓના ઈલાજ માટે લાગુ થયેલી જનની સેતુ સુરક્ષા કાર્યક્રમ છેલ્લા દસ દિવસથી બંધ કરી દેવામાં આવતા પ્રસૂતા મહિલાઓને આર્થિક ખર્ચ ભોગવવો પડી રહ્યાની લેખિત ફરિયાદ પ્રદેશ કોંગેસ મંત્રી રફીક મારાએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી છે. ઉપરાંત ધાત્રી અને પ્રસૂતા મહિલાઓ માટે સેવારત ખિલખિલાટની 4 માંથી 3 એમ્બ્યુલન્સ પણ બંધ હાલતમાં રહેતા હોસ્પિટલમાં આવન જાવનનો વધારાનો ખર્ચ પણ સહન કરવો પડી રહ્યો છે. તેથી જિલ્લાભરમાંથી પ્રસુતિ સમએ આવતી ગરીબ મહિલા વર્ગને સરકારની જનની સેતુ સુરક્ષા કાર્યક્રમ સેવાનો લાભ મળી રહે એવી માંગ કરાઈ હતી