ગાંધીધામમાં યુવતીને અર્ધબેભાન કરી વારંવાર આચર્યું દુષ્કર્મ; માતા-પિતાને મારી અને તેણીને વેચી નાખવાની આપી ધમકી

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર અગાઉ એક માસથી પહેલી ઓગસ્ટ સુધી રાત્રિના અવાર-નવાર તેમજ ગત ગુરૂવારના સવારે આ બનાવ બન્યો હતો. શહેરમાં રહેતી 24 વર્ષીય યુવતી રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનની છત પર સુતી હતી. ત્યારે શહેરના નવી સુંદરપુરી મધ્યે રહેતો દિનેશ દેવીપુજક નામનો શખ્સ યુવતીના ઘરની છત પર ધસી આવતો હતો. દિનેશે યુવતીને રૂમાલ વડે કંઈક સુંઘાડી તેણીને અર્ધબેભાન કરી નાખી હતી. ત્યારબાદ અર્ધબેભાન અવસ્થામાં યુવતી પર અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને હવસનો શિકાર બનાવાનું ચાલુ રાખી અને ધમકી આપી કે કોઈને વાત કરીશ તો તારા માતા, પિતાને મારી નાખીશ તેમજ તને પણ ઉપાડી જાઈશ અને વહેંચી નાખીશ.