અંજારમાં બાળકીનું અપહરણ કરી, બાળકીની માતાને ફોન પર દુષ્કર્મની આપી ધમકી

અંજારના દબડા ચાર રસ્તેથી બે બાઈક સવાર ઇસમોએ 14 વર્ષીય બાળકીનું અપહરણ કરી લીધું ત્યાર પછી તેની માતાને ફોન કરી દુષ્કર્મ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતી અને બાળકી સાથે શારીરિક અડપલા પણ કર્યા હતા આ બનાવ અંગે મહિલાએઅંજાર પોલિસ મથકે  ફરિયાદ નોંધાવી હતી. આ અંગે દબડા વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 31/8ના રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ દબડા ચાર રસ્તા પાસેથી ફરિયાદીની 14 વર્ષીય બાળકીનુ અપહરણ કરી લીધું હતું. પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.