બોરસદમાં ઠગાઈ કરનારા ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરવા ખેડૂતોને કરાઇ અપીલ

બોરસદમાં પાવર ઓફ એટર્ની અને ટાઈટલ ક્લીયરના જાસામાં રાખીને ખેડૂત સાથે રૂપિયા 1.16 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં બોરસદ શહેર પોલીસે આરોપી ડોક્ટરને પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરાઈ રહી છે. જેમાં પોલીસ દ્વારા તબીબ જયદિપસિંહ મહીડાએ ખેડૂતો સામે રજૂ કરેલાં તમામ ડોક્યુમેન્ટસ સાચા હોવાનું બહાર આવ્યું છે. જોકે, તેણે જમીન વેચાણે આપ્યા પછી તે પૈસા પોતે રાખી લીધા પરંતુ ખેડૂતોને આપ્યા નહિ અને આ રીતે છેતરપિંડી કરી હતી.

અહી ઉલ્લેખનીય છે કે, આરોપી જયદિપસિંહ મહીડાએ અન્ય કોઈ ખેડૂતો સાથે ઠગાઇ કરી છે કે કેમ અને જો કોઈ ખેડૂત તેનો ભોગ બન્યા હોય તો તેઓ આગળ આવે તેવી અપીલ હાલમાં પોલીસ દ્વારા કરાઈ છે.